આદેશ:થાણેમાં ગૌશાળા ટ્રસ્ટી પાસે 2 કરોડની ખંડણી માટે ધમકી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધમકાવનારી મહિલા, 2 પુત્ર સામે ગુનો દાખલ

મહારાષ્ટ્રમાં ગૌશાળા ચલાવવા દેવા માટે ગૌશાળાના ટ્રસ્ટી પાસેથી રૂ. 2 કરોડની ખંડણી માગવા સંબંધે પોલીસે એક મહિલા અને તેના બે પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું. કથિત ગૌશાળા થાણેના ઉલ્હાસનગર વસાહતમાં સ્થિત છે, જેમાં લગભગ 250 ગાયો છે. ટ્રસ્ટના અધ્યક્ષનું નવેમ્બર 2017માં નિધન થયું હતું, જે પછી હવે તેમને ધમકી મળી છે, એમ ટ્રસ્ટીએ ફરિયાદમાં જણાવ્યું છે.ગૌશાળા વ્યવસ્થાપનની માલિકીની જમીનનો નજીકનો ટુકડો આરોપી પચાવી પાડવા માગતી હતી.

આથી ટ્રસ્ટીને ગૌશાળા નિર્વિઘ્ને ચલાવવી હોય તો રૂ. 2 કરોડ આપો એવી માગણી તેમણે કરી હતી, એમ વિઠ્ઠલવાડી પોલીસે જણાવ્યું હતું.આરોપીઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગૌશાળાનું પાણીજોડાણ પણ કાપી નખાવડાવ્યું હતું. ટ્રસ્ટીની ફરિયાદ પછી સ્થાનિક કોર્ટે ગયા મહિને પોલીસને ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવા અને સઘન તપાસ કરવા માટે આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...