તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લાલબાગ ખાતે ગેસ સિલિન્ડરો ફાટતા 15 દાઝ્યા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરમાં પુત્રીના લગ્નપ્રસંગની તૈયારીઓ ચાલુ હતી ત્યાં આ દુર્ઘટના સર્જાતા ખુશીનો માહોલ શોકમાં પલટાયો, એકનું મોત10 ગંભીર

દક્ષિણ મુંબઇના લાલબાગ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની સારાભાઇ ઈમારતમાં બીજા માળે રહેતા રાણે પરિવાર અને તેની આસપાસના પરિવારો પર રવિવારે સવારે આફત આવી પડી હતી. કેટરીંગનો વ્યવસાય કરતા રાણેના પરિવારમાં જ બે દિવસ પછી લગ્ન પ્રસંગ હતો, અને રવિવારે દીકરીની મહેંદી રસમનો પ્રસંગ ઉજવવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ સવારે સવારે 7: 23 વાગ્યે સિલિન્ડર ગેસનો વિસ્ફોટ થયાની ઘટનાને લીધે લાગેલી આગમાં અને વિસ્ફોટની તીવ્રતાના કારણે આ ઈમારતના અમુક ભાગની ઉપરના માળની ફલોરની સીલીંગનો કાટમાળ પણ તૂટી પડયો હતો. આ ઘટનામાં એકનું મોત થયું અને 15 વ્યક્તિઓ દાઝી ગયા હતા જેમાંથી 10ની હાલત ગંભીર છે. આ તમામને શહેરની અલગ અલગ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના બાદ સમગ્ર ઇમારતમાં રહેતા લોકોમાં બુમાબુમ અને મદદનો પોકાર સંભળાયો હતો. ઘટના સ્થળે અગ્નિશમન દળના જવાનો પહેાંચી ગયા હતા અને આગને સવારે 7:50 વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી. વિસ્ફોટ પછી રહેવાસીઓને આ ઈમારતમાંથી ખાલી કરાવીને નજીકની લાલબાગની હોટલ હિરામણીમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા : દાઝેલા 16 લોકોમાંથી 12 લોકોને શહેરની કિંગ એડવર્ડ મેમોરિયલ (કેઇએમ) હોસ્પિટલમાં અને ચારને મસીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેઇએમ હોસ્પિટલના સીએમઓ ડો.જીતેશે જણાવ્યું હતું કે, કુલ 12 દાઝેલાઓને અહીં સારવાર આપવામાં આવી રહી છે.

જૈ પૈકી 27 વર્ષનો પ્રથમેશ મુંગે, 40 વર્ષનો રોશન અંધારી, 61 વર્ષના મંગેશ રાણે, 56 વર્ષના મહેશ મુંગે, 62 વર્ષના સુશીલા બગારે, 85 વર્ષના ડેનયાનદેવ સાવંત આ તમામ 70 થી 80 % દાઝી ગયા છે અને તેમની સ્થિતિ ગંભીર છે. જયારે 75 વર્ષના વિનાયક શિંદે, 20 વર્ષના ઓમ શિંદે, 19 વર્ષના યશ રાણે, 45 વર્ષનો કરીમ, 20 વર્ષનો મિહિર ચવ્હાણ, 48 વર્ષની મમતા મુંગે આ તમામ 35 થી 50% દાઝી ગયા છે, અને તેઓની સ્થિતિ સ્થિર છે.ભાયખલાની મસીના હોસ્પિટલના સીએમઓ ડો.આયેશાના જણાવ્યા અનુસાર અહીં 4 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે.

જેમાં 44 વર્ષની વૈશાલી હિમાંશુ, 13 વર્ષની ત્રિશા, 50 વર્ષના બીપીન અને 60 વર્ષના પુરૂષ સુર્યકાંત છે, આ બધા 70 થી 95% દાઝી ગયા છે અને તેની સ્થિતિ ગંભીર છે.મેયર હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા : મુંબઇ મહાનગરપાલિકના મેયર કિશોરી પેડણેકરે ઈજાગ્રસ્તોને મળવા કેઈએમ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એ બાદ તેઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે, આગ ચાલ ઓરડાઓમાંથી લાગી હતી. ગેસ લિકેજ થયા પછી સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી એક ઓરડાની દિવાલ ધરાશાયી થઈ હતી.

મેં અંગત રીતે સ્થળની મુલાકાત લીધી. સગીર બાળકીની હાલત ગંભીર હોવાનું જણાવી તેને મસીના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અહીં રહેતા એક પરિવારમાં લગ્ન સમારોહ હતો. રહેવાસીઓને નજીકની હોટેલમાં બેસાડવામાં આવ્યા છે. મ્હાડાને રિપેરિંગ કામ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે, હજુ પણ બાકી રહી ગયેલી તમામ ઈમારતમાં ગેસ પાઇપલાઇનનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે. જેથી સિલિન્ડર વિસ્ફોટની ઘટનાઓને રોકી શકાય એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

શું કહે છે મુંબઈ ફાયરબ્રિગ્રેડ?
મુંબઇ ફાયરબ્રિગ્રેડના અધિકારીના જણાવ્યા અનુસાર એસ.એસ. રાવ રોડ પર હીના ટાવરની સામે આવેલા ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની સારાભાઇ ઈમારતમાં બીજા માળે રૂમ નં.17માં સિલિન્ડરમાં વિસ્ફોટ અને આગની જાણ થતા લેવલ એકની આગ જાહેર કરાઇ હતી. ફાયર બ્રિગ્રડના એડીએફઓ આર ડી.ભોર અને એસ.ઓ.પ્રતુલ પી.પાટિલ ફાયર ફાઇટરની ટીમ સાથે ઘટનાસ્થળે પહેાચ્યા હતા. આગ બીજા માળના ઓરડા નં. 17માં એલપીજી સિલિન્ડરમાં લાગી હોવાનું જણાયું હતું.

એના કારણે રૂમ નંબર 17, 16, 17-એ અને કોમન પેસેજમાં એલપીજી સિલિન્ડર, ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, કપડાં, ઘરેલુ ચીજવસ્તુઓ વગેરેમાં આગ પ્રસરી હતી. સિલિન્ડર વિસ્ફોટના પગલે ગ્રાઉન્ડ પ્લસ+2ની ઉપરના માળના લાકડાની ફ્રેમ્ડ સ્ટ્રકચરવાળી ઈમારત, ટેરેસ / ટાઇલ્ડ છતવાળુ સ્ટ્રક્ચર, આગળની દિવાલ, રૂમ નંબર 17 ની દરવાજાની બારી, રૂમ નંબર વચ્ચેની સામાન્ય દિવાલ. 16 અને 17 રૂમ નંબર 11-એ ની બારી તૂટી પડી હતી.

કઇ રીતે વિસ્ફોટ થયો?
આ સમગ્ર ઘટના વિશે લાલબાગમાં રહેતા એક રહેવાસીએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, ગણેશગલ્લી પાસેના ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના રહેણાંક મકાનમાં બીજા માળે રહેતા મંગેશ રાણેની બે રૂમ છે. કેટરીંગનો વ્યવસાય કરતા રાણેની એક રૂમમાં 5થી વધુ ગેસ સિલિન્ડર હતા અને ગેસ ગળતરના કારણે દુર્ગંધ આવી રહી હતી. આ વિશે આસપાસના રહેવાસીઓએ રાણે પરિવારને ગત રાતથી એલર્ટ પણ કર્યાં હતા. પરંતુ તેને આ વિશે દુર્લક્ષ કર્યું હતું. રવિવારે મંગેશ રાણેની દીકરી પૂજા રાણેની મહેંદી રસમ હતી.

મંગેશ રાણેએ જે રૂમમાં કેટરીંગના વ્યવસાયનો સામાન અને ગેસ સિલિન્ડર રાખ્યા હતા ત્યાં રૂમમાં પ્રવેશ્યા હતા અને ગેસ પેટાવતા જ આગના ગોળાની સાથે ભયંકર વિસ્ફોટ થયો હતો અને રાણે ભયંકર રીતે દાઝી ગયા હતા, બહાર આવતા જ આગની જવાળાઓ આસપાસ પ્રસરી ગઇ હતી અને એક કરતા વધુ સિલિન્ડર વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં મંગેશ રાણેનો દીકરો યશ રાણે પણ દાઝી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો