ભાસ્કર વિશેષ:મેનગ્રોવ્ઝ બાબતે જનજાગૃતિ કરવા ગોરાઈમાં ગાર્ડન

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેચર ઈંટરપ્રિટેશન સેંટરમાં ઓડિયોવિઝ્યુઅલના માધ્યમથી માહિતી

સ્થળાંતરિત પક્ષીઓ અને અન્ય અનેક પ્રકારના પ્રાણીઓના આશ્રયસ્થાન એવા મેનગ્રોવ્ઝ બાબતે જનજાગૃતિ કરવાના હેતુથી ગોરાઈ જેટ્ટી ખાતે મેનગ્રોવ્ઝ ડિપાર્ટમેંટ તરફથી મેનગ્રોવ્ઝ ગાર્ડન ઊભું કરવામાં આવી રહ્યુ છે. એના માટે વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. આગામી 20 મહિનામાં આ કામ પૂરું થવું અપેક્ષિત છે. દહિસર ખાતે પણ આવું ઉદ્યાન પ્રસ્તાવિત છે.

મેનગ્રોવ્ઝમાં પાણી શોષી લેવાની ભરપુર ક્ષમતા હોવાથી પુરની સ્થિતિને નિયંત્રણમાં રાખવાની દષ્ટિએ એ મહત્ત્વના હોય છે. ઉપરાંત મોટી માછલીઓથી સંરક્ષિત રાખવા નાની માછલીઓ પોતાના ઈંડા મેનગ્રોવ્ઝમાં મૂકે છે. અનેક વખત વિવિધ વિકાસકામ માટે મેનગ્રોવ્ઝનો નાશ કરવામાં આવે છે અને તેથી પર્યાવરણને હાની પહોંચે છે. તેથી મેનગ્રોવ્ઝના સંરક્ષણ માટે જનજાગૃતિ કરવા ગોરાઈ ખાતે ઉદ્યાન ઊભું કરવામાં આવી રહ્યું છે.

ગોરાઈ ખાડીની આસપાસ મેનગ્રોવ્ઝમાં પર્યટકો આંટો મારવા જઈ શકશે. કોઈ ઠેકાણે ઊભા રહીને એ જગ્યાનું નિરીક્ષણ કરી શકાશે. આ સમયે મેનગ્રોવ્ઝમાં જૈવવિવિધતા જાતે અનુભવવાની તક મળશે. ઉપરાંત નેચર ઈંટરપ્રિટેશન સેંટર ઊભું કરવામાં આવશે. અહીં ઓડિયોવિઝ્યુઅલના માધ્યમથી મેનગ્રોવ્ઝ બાબતે માહિતી આપવામાં આવશે. નાના બાળકો માટે શૈક્ષણિક માહિતી સત્ર પણ આયોજિત કરવામાં આવશે.

મેનગ્રોવ્ઝના સંરક્ષણ માટે વનવિભાગ કાર્યરત છે. સામાન્ય નાગરિકો સુધી પહોંચવા માટેનો આ પ્રયત્ન ઉદ્યાનના માધ્યમથી કરવામાં આવશે. તેમ જ એના લીધે પર્યટકોને મેનગ્રોવ્ઝ બાબતે પ્રાથમિક જ્ઞાન મળશે. ત્યાં પર્યટન શરૂ થયા પછી આસપાસના પરિસરમાં રોજગાર નિર્માણ થઈ શકે છે એમ મેનગ્રોવ્ઝ કક્ષના વિભાગીય વન અધિકારી આદર્શ રેડ્ડીએ જણાવ્યું હતું.

વોચ ટાવરથી એરિયલ વ્યૂ
મેનગ્રોવ્ઝમાં આંટો માર્યા પછી નેટર ઈંટરપ્રિટેશન સેંટરમાં જવા માટે પર્યટકો પાસે બેટરી પર ચાલતા વાહન ઉપલબ્ધ હશે. એ પછી મેનગ્રોવ્ઝનો એરિયલ વ્યૂ જોવા માટે વોચ ટાવર ઊભો કરવામાં આવશે. ઉદ્યાન માટે જરૂરી બાંધકામ માટે માટીની ચકાસણીનું કામ ચાલુ થયું છે. 20 મહિનામાં આ પ્રકલ્પ પૂરો થવો અપેક્ષિત છે. આ મેનગ્રોવ્ઝ ગાર્ડન માટે રૂ. 25 કરોડ ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...