તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Gangubai's Adopted Son Sued Bhansali And Alia, Alleging That The Film Annoyed People By Calling Them A Prostitute's Family.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ગંગુબાઈના દત્તક દીકરાએ ભણસાલી અને આલિયા પર કેસ કરીને આક્ષેપ કર્યો કે,ફિલ્મને લીધે લોકો વેશ્યાનો પરિવાર કહી હેરાન કરે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આલીયા ભટ્ટ - Divya Bhaskar
આલીયા ભટ્ટ

મુંબઈની માફિયા ક્વીન અને ગ્રાંટ રોડ પરના વેશ્યાલયની આગેવાની લેનાર ગંગુબાઈના જીવન પર આધારિત સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ પહેલાં વિવાદમાં આવી છે. હવે ગંગુબાઈના ચાર દત્તક બાળકમાંથી એક બાબુજી રાવજી શાહે હુસૈન ઝૈદી કે જેમને માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પુસ્તક લખ્યું છે જેની પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે અને આ ફિલ્મમાં ગંગુબાઇનો રોલ કરનાર આલિયા ભટ્ટ તથા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

શાહે કહ્યું હતું કે જ્યારથી ફિલ્મનાં પોસ્ટર્સ તથા પ્રોમો આવ્યાં છે ત્યારથી તેમના વિસ્તારના લોકો તેમને હેરાન કરે છે. માત્ર તેમને જ નહીં પરંતુ તેમના પરિવાર, સંબંધીઓને પણ ‘વેશ્યાનો પરિવાર’ કહીને હેરાન કરવામાં આવી રહ્યો છે. શાહે પુસ્તકમાં ગંગુબાઈની વેશ્યાવૃત્તિ અંગે લખવામાં આવેલા ચેપ્ટરને અપમાનજનક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ તેમની પ્રાઈવસી, આઝાદી તથા સ્વાભિમાનના અધિકારનું ઉલ્લંઘન છે. શાહે ફિલ્મનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવે તથા પુસ્તક છાપવામાં નહીં આવે તથા વેચવામાં નહીં આવે તેવી માગણી કરી છે. આ સાથે અપીલ કરી છે કે પુસ્તકમાંથી તે ચોક્કસ અધ્યાયને હટાવી દેવામાં આવે.

શું છે ગંગુબાઇની કહાની : ગંગુબાઈ કાઠિયાવાડીનો જન્મ ગુજરાતના કાઠિયાવાડમાં થયો હતો અને તેનું અસલી નામ ગંગુબાઈ હરજીવનદાસ હતું. તે એક સારા પરિવારની હતી. પુસ્તક મુજબ, ગંગુબાઈ પહેલાં બોલીવૂડની ફિલ્મોમાં અભિનેત્રી બનવા ઇચ્છતી હતી. 16 વર્ષની હતી ત્યારે તે તેના પિતાના 28 વર્ષના એકાઉન્ટન્ટ રમણિકલાલ સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે ભાગી ગઈ હતી. તે મુંબઇ આવીને સ્થાયી થઈ. તે જ્યારે તેના પ્રિય સાથે નવી જિંદગી શરૂ કરવાનું સપનું જોતી હતી ત્યારે જ તેણે તેની સાથે દગો કર્યો હતો. કહેવાય છે કે ગંગુબાઈના પતિએ તેને વેશ્યાલયમાં માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધી હતી. ત્યાર બાદ તે વેશ્યાવૃત્તિમાં આવી ગઈ હતી.

આ દરમિયાન તેણે મજબૂર યુવતીઓ માટે ઘણું સારું કામ કર્યું હતું. ઝૈદીના પુસ્તક મુજબ, ગંગુબાઈએ પણ ગુનેગારોની દુનિયામાં મજબૂત જોડાણો બનાવ્યાં હતાં. લખ્યું છે કે કરીમ લાલાની ગેંગના સભ્ય દ્વારા ગંગુબાઈ પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ન્યાય મેળવવા માટે, તે કરીમ લાલા પાસે ગઈ અને તેમની વિનંતી કરી. તે દરમિયાન તેણે કરીમ લાલાને રાખડી બાંધી અને તેનો ભાઈ બનાવ્યો. આ પછી તરત જ, કરીમ લાલાએ કામાઠીપુરા વિસ્તારની કમાન તેની રાખી બહેન ગંગુબાઈને આપ્યો અને તે ‘માફિયા ક્વીન્સ’માંની એક બની ગઈ.

જોકે ગંગુબાઈએ તેની સંમતિ વગર કોઈ પણ છોકરીને વેશ્યાલયમાં રાખી નહોતી. તેણે સેક્સ-વર્કર્સ અને અનાથની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તે જ સમયે મુંબઇની વેશ્યાઓ બજારને હટાવવા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તે અનાથ બાળકોને પોતાની સાથે રાખતી હતી. આજે પણ મુંબઇના કામાઠીપુરામાં ગંગુબાઈની પ્રતિમા સ્થાપિત છે.

કોર્ટે 7 જાન્યુઆરી સુધી સમય આપ્યો
આ કેસની સુનાવણી સિટી સિવિલ કોર્ટમાં થઈ છે. કોર્ટે હુસૈન ઝૈદી, સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટને 7 જાન્યુઆરી, 2021 સુધી જવાબ આપવાનો સમય આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે, શાહના વકીલે કહ્યું હતું કે રાઈટર, ડાયરેક્ટર તથા હિરોઇન વિરુદ્ધ એક મહિલાનું અપમાન, તેની ખોટી ઈમેજ બનાવવી તથા તેની વિરુદ્ધ અભદ્ર સામગ્રી સર્ક્યુલેટ કરવાના આક્ષેપમાં ક્રિમિનલ કેસ પણ થઈ શકે છે. આ કેસમાં આલિયા ભટ્ટ કે ફિલ્મમેકર્સે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.ફિલ્મનું શૂટિંગ હાલમાં મુંબઈના ફિલ્મસિટીમાં થઈ રહ્યું છે. ઝૈદીની બુક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. ફિલ્મમાં અજય દેવગન મેન્ટરના રોલમાં જોવા મળશે. અજય ફિલ્મમાં કરીમ લાલાનો રોલ પ્લે કરશે. હાલમાં આલિયા ભટ્ટની સાથે કયો લીડ હીરો હશે, તે નક્કી કરવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો