તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુરોધ:ગણેશોત્સવ સાદગીથી ઊજવાશેઃ નાની મૂર્તિઓની સ્થાપના કરાશે, વર્ગણી નહીં લેવાનો અનુરોધ

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગણેશ મંડળોનો વર્ગણી નહીં લેવાનો અનુરોધ

દેશવિદેશમાં આકર્ષણરૂપ મુંબઈની ઓળખ ધરાવતો ગણેશોત્સવ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. જોકે આ વખતે ગણેશોત્સવ પર પણ કોરોનાનું સંકટ છે. આથી મંડળોને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવા સહિતની નિયમાવલી જાહેર કરવામાં આવી છે. મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિની બેઠક રવિવારે યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળોને વર્ગણી નહીં લેવા અનુરોધ કરાયો છે. જોકે વર્ગણી પર આધાર રાખતા હોય અને મંડળની પરંપરા ખંડિત નહીં કરવા માગતા હોય તેમણે વિભાગમાં સ્વેચ્છાથી વર્ગણી આપવા બાબતે અનુરોધ કરવા જણાવ્યું છે.

વર્ગણી નહીં વસૂલ કરતાં ઉત્સવ ઉજવણી કરવાનો નિર્ણય
ગણેશમૂર્તિઓની ઊંચાઈ શક્યતઃ મર્યાદિત રાખવાનો આગ્રહ રાખવો. શક્ય હોય તો શાડુ મૂર્તિને જ અગ્રતા આપવી.મંડળના મંડપ, રોશનાઈ, ડેકોરેશન પર વધારાનો ખર્ચ ટાળવો. તે ખર્ચમાંથી વિભાગની જંતુમુક્તિ, સુરક્ષિત હેરફેરની નિયમાવલી સહિત શક્ય તેટલી કોરોના પ્રતિબંધિત વ્યવસ્થા કરવી. ગણેશમૂર્તિની આગમન માટે મૂર્તિકાર પાસે ઓછામાં ઓછા કાર્યકરોએ જવું. માસ્ક અને સેનિટાઈઝર રાખવા. સાદગીપૂર્ણ રીતે મૂર્તિ મંડપમાં લાવવી. ગણેશમૂર્તિની પૂજા માટે આવતા પૂજારીઓ માટે પણ સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે આરોગ્ય શિબિર, રક્તદાન શિબિરોનું આયોજન કરવું.સાર્વજનિક મૂર્તિ મર્યાદિત ઊંચાઈની રાખવી, જેથી મંડપ પરિસરમાં યંત્રણાના સહયોગથી કૃત્રિમ તળાવની નિર્મિતી કરીને ત્યાં જ મૂર્તિનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરવા પણ અનુરોધ કરાયો છે.દરમિયાન લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ ગણેશ ગલ્લીએ તો લોકો પાસેથી વર્ગણી નહીં લેતાં ગણેશોત્સવની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. ગણેશગલ્લીના ગણપતિની ઓળખ મુંબઈચા રાજા તરીકે પ્રસિદ્ધ છે. ગણેશોત્સવના સમયગાળામાં લાખ્ખો ભક્તો ગણેશ ગલ્લીમાં દર્શન કરવા આવે છે. આ વખતે કોરોનાને લીધે લોકોની આવક પર માઠી અસર પડી છે. આથી મંડળના પદાધિકારીઓએ આ વખતે વર્ગણી નહીં વસૂલ કરતાં ઉત્સવ ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.

આ વખતે ગણેશોત્સવ 22 ઓગસ્ટે
મુંબઈચા સમ્રાટ તરીકે ઓળખ ધરાવતા 6ઠ્ઠી ખેતવાડીના ગણપતિ મંડળના અધ્યક્ષ કિરણ શિંદેએ જણાવ્યું કે આજે ઘેર ઘેર આર્થિક સંકટ આવ્યું હોવાથી વર્ગણી માટે ભાર આપવાનું યોગ્ય નથી. આથી મંડળ પાસે જમા રકમમાંથી જ ઉજવણી કરીશું. જરૂર પડે તો બે ફૂટની ગણેશમૂર્તિ સ્થાપન કરીને ઉત્સવ કરીશું. ચિંચપોકળી સાર્વજનિક ઉત્સવ મંડળના અધ્યક્ષ ઉમેશ નાઈકે જણાવ્યું કે મૂર્તિકામ, મંડપ, સજાવટ કરતા શ્રમિક વર્ગની ઓછપ આ વર્ષે વર્તાશે. આથી મોટે પાયે ડેકોરેશન નહીં રહેશે. દરેક મંડળને સાદગીથી જ ઉજવણી કરવી પડશે. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાવ, શિવડી, પરેલ, ખેતવાડી સહિત ઘણાં બધાં મંડળોએ વર્ગણી નહીં લેવાનું નક્કી કર્યું છે. આ વર્ષનો ગણેશોત્સવ આદર્શ: દેશ પર સંકટ છે ત્યારે વાજતેગાજતે ઉજવણી કરવાની મુંબઈની પરંપરા નથી. અનેક મંડળોએ તેથી સાદગીથી ઉજવણી કરવાના નિર્ણયને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ વખતનો ગણેશોત્સવ આદર્શ બની રહેશે. આ વખતે ગણેશોત્સવ 22 ઓગસ્ટે આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો