આયોજન:2 ઓક્ટોબરે તારક મહેતા...ના સેટ પર ગાંધીજી @ 150 પુસ્તકનું વિમોચન

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના 30 વિજેતા નિબંધોનું પુસ્તક મહાત્મા ગાંધી @ 150 પુસ્તકનું વિમોચન 2 ઓક્ટોબરે રાત્રે 8.30થી 9 દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર કરાશે. પુસ્તકનું સંપાદન સમાજના પ્રમુખ હેમરાજ શાહે કર્યું છે.આ નિબંધ સ્પર્ધામાં વિજેતાઓને રૂ. 1.50 લાખનાં ઈનામ અપાયાં હતાં. તારક મહેતા....ના સેટ પર દિલીપ જોશીને હસ્તે પુસ્તકનું વિમોચન કરાશે. હેમરાજ શાહ સંપાદિત આ 216 પાનાંના પુસ્તકનું મૂલ્ય રૂ. 300 છે, જેનું પ્રકાશન નવભારત સાહિત્ય મંદિરના અશોક શાહે કર્યું છે. આ પુસ્તક તારક મહેતા...ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી તથા 3000 એપિસોડ પૂર્ણ કરવા બદલ સમગ્ર ટીમને અર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...