નિવેદન:નીતિન ગડકરીએ કહ્યુંકે રશિયા- યુક્રેન યુદ્ધને લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વદેશી ઊર્જા નિર્મિતી ક્ષમતા વિકસિત કરવા પર ભાર

ભારતમાં 80 ટકા તેલ આયાત કરવામાં આવે છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસર અનેક દેશો પર થઈ રહી છે. યુદ્ધના કાળમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો વધી હોઈ તે બાબતે કેન્દ્ર સરકાર કશું જ કરી શકે એમ નથી, એમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો કેમ વધી રહ્યા છે તેની પર બોલતાં જણાવ્યું હતું.

સ્વદેશી ઊર્જા નિર્મિતી ક્ષમતા વિકસિત કરવાની જરૂર ભાર આપીને ઈંધણ જાતે તૈયાર કરવાની જરૂર હોવાનો મત ગડકરીએ વ્યક્ત કર્યો હતો. સરકાર પરિવહન ક્ષેત્રમાં ઈથેનોલનો ઉપયોગ વધારવા કામ કરી રહી છે. હાલમાં ઈથેનોલની અર્થવ્યવસ્થા રૂ. 20000 કરોડની છે, જે રૂ. 2 લાખ કરોડ સુધી પહોંચાડવાનું મારું લક્ષ્ય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.ખાંડ મિલોને મેં ઈથેનોલ પંપ સ્થાપવા કહ્યું છે. સરપ્લસ ખાંડનો માલ લિક્વિડેટ કરવા માટે ખાંડ મિલોને રૂ. 3000થી રૂ. 6000 કરોડની નિકાસ સબસિડી આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન ગડકરીએ શનિવારે અન્ય એક કાર્યક્રમમાં કહ્યું કે વિકાસકાર્ય, પછી ભલે તે મહારાષ્ટ્રમાં હોય કે ભારતમાં બીજે ક્યાંય, કોઈપણ પ્રકારની રાજનીતિને વચ્ચે લાવ્યા વિના પૂર્ણ કરવામાં આવશે. સાંગલીમાં બે નેશનલ હાઈવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહમાં, કેન્દ્રીય પરિવહન પ્રધાને કહ્યું કે તેઓ પોતાને મહારાષ્ટ્રના સંદેશવાહક માને છે અને તેમને લાગે છે કે રાજ્ય દેશમાં પ્રથમ આવવું જોઈએ.

ગડકરીએ કહ્યું, મારા કાર્યકાળના છેલ્લાં સાત વર્ષમાં મને મહારાષ્ટ્રમાં 5 લાખ કરોડ રૂપિયાનાં વિકાસકાર્યો કરવાની તક મળી. હું બંદરો, શિપિંગ, જળ સંસાધન, એમએસએમઈ અને માર્ગ પરિવહન મંત્રાલયમાં મંત્રી તરીકે રહ્યો છું, પરંતુ હું હંમેશા મારી જાતને મહારાષ્ટ્રનો રાજદૂત માનું છું, અને મને લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ સમૃદ્ધ થવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ રાજ્ય પ્રથમ આવવું હોય તો તે મહારાષ્ટ્ર હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોઈપણ પ્રકારની રાજનીતિને વચમાં લાવ્યા વિના વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે. તેમણે આશ્વાસન આપ્યું કે તેમની સમક્ષ જે પણ માંગણી રાખવામાં આવી છે તે પૂરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...