તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુંબઇના વિક્રોલી-મલાડમાંથી રૂ. 4.62 કરોડના માદક પદાર્થ સાથે ત્રણ જણની ધરપકડ

મુંબઇ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તસ્કરોનો બોસ ઓરિસ્સાથી ડ્રગ ભિવંડીમાં મોકલતો, જ્યાંથી વિતરણ થતું
 • ડ્રગ તસ્કરો મુંબઈ, ઉપનગરો તેમજ સુરત સહિતના વિસ્તારમાં ડ્રગ પહોંચાડતા

ડ્રગ તસ્કરો પર તવાઈ લાવવાના ભાગરૂપે એન્ટી નાર્કોટિક્સ સેલની ઘાટકોપર શાખાએ રૂ. 3.60 કરોડના ગાંજા નામે માદક પદાર્થ સાથે બે જણની ધરપકડ કરીને આંતરરાજ્ય ડ્રગ હેરાફેરીનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડનો રેલો ગુજરાતના સુરત અને ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ સુધી પહોંચ્યો છે. દરમિયાન અન્ય એક કેસમાં મલાડથી પોલીસે રૂ. 1.02 કરોડના ચરસ નામે ડ્રગ સાથે રીઢા તસ્કરને ઝડપી લીધો છે.

એન્ટી નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટનાં પ્રભારી પીઆઈ લતા સુતારની આગેવાનીમાં એપીઆઈ વિશાલ ખૈરે અને ટીમે વિશ્વસનીય માહિતીને આધારે શુક્રવારે વિક્રોલી પૂર્વમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બેસ્ટ બસ સ્ટોપ નજીક, એમએમઆરડીએ પાદચારી પુલની નીચે છટકું ગોઠવીને ટાટા ટ્રક (એમએચ 48 એવાય 0893)ને આંતર્યો હતો. તેમાંથી બે જણને કબજામાં લેવાયા હતા. ટ્રકની તલાશી લેતાં તેમાંથી 1800 કિલો ગાંજા મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 3.60 કરોડ થાય છે. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમનો રૂ. 25 લાખનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો હતો. નારિયેળની આડમાં આરોપીઓ માદક પદાર્થની હેરાફેરી કરતા હતા.

આરોપીઓમાં આકાશ સુભાષ યાદવ (25) અને દિનેશકુમાર સરોજ (26)નો સમાવેશ થાય છે. આરોપીઓની ઊલટતપાસ લેતાં આ આંતરરાજ્ય ડ્રગની હેરાફેરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આરોપીઓનો બોસ ઓરિસ્સાના ગંજમ જિલ્લાના ભરામપુરનો રહેવાસી લક્ષ્મીકાંત પ્રધાન છે. તે ટ્રક મારફત ભિવંડી ખાતે ગોદામમાં ગાંજાનો જથ્થો મોકલતો હતો. આ પછી ઉક્ત બે આરોપીઓ થકી મુંબઈ, મુંબઈનાં વિવિધ ઉપનગરો, થાણે, ભિવંડી, પાલઘર, વસઈ- વિરાર, મીરા રોડ અને સુરતમાં આ ગાંજાનું વિતરણ સબદીપ સાતપુતે કરતો હતો. પ્રધાન અને સાતપુતે અને તેમના અન્ય સાગરીતોની શોધ ચાલુ છે.

મહિનામાં ચાર ટન ગાંજાનું વેચાણ : આ ટોળકી એક મહિનામાં આશરે પાંચ ટન મહારાષ્ટ્રમાં લાવતી હતી, જેમાંથી 3-4 ટન ગાંજાનું મુંબઈ અને આસપાસમાં વેચાણ કરતી હતી. આ સર્વ જથ્થો ઓરિસ્સાના ગંજમ જિલ્લામાંથી નિયમિત રીતે ભિવંડીના ગોદામમાં આવતો હતો. આ ગાંજાના વેચાણ સામે નાણાકીય વ્યવહાર રોકડ અથવા હવાલા થકી કરવામાં આવતો હતો. લોકડાઉનના ચાર મહિનામાં 32 કેસ : દરમિયાન પોલીસે લોકડાઉનના છેલ્લા ચાર મહિનામાં 32 કેસમાં રૂ. 15 કરોડનું ડ્રગ પકડી પાડ્યું છે. આ સંબંધે કુલ 65 ડ્રગ તસ્કરોની ધરપકડ કરીને તેમનું મોટું નેટવર્ક તોડી પાડ્યું છે.

વધુ એક રીઢો ગુનેગાર ઝડપાયો
દરમિયાન મલાડના કુરાર વિલેજ આપ્પાપાડા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-12એ છટકું ગોઠવીને ડ્રગની લેણદેણ કરવા આવેલા સૂરજ વિજયબહાદુર યાદવ ઉર્ફે પોટ્યા (21)ની ધરપકડ કરી હતી, જે કુરાર ગાવનો જ રહેવાસી છે. સૂરજ પાસેથી રૂ. 57.60 લાખનો 1.800 કિલો ચરસનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને હાથતાળી આપીને ભાગી ગયેલો રીઢો ડ્રગ તસ્કર કિસન હરિપ્રસાદ ગૌડ ઉર્ફે સાઠે (24)ની કુરારથી જ ધરપકડ કરીને તેની પાસેથી રૂ. 1.02 કરોડનું ચરસ હસ્તગત કરવામાં આવ્યું છે.

નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી
આરોપીઓ નારિયેળની આયાતને નામે મુંબઈથી ટ્રક ભાડે લેતા. આ પછી ખાલી ટ્રક આંધ્ર અને ઓરિસ્સાની સીમા પર લઈ જતા, જ્યાંથી અન્ય ડ્રાઈવર અને ક્લીનર ટ્રક ગંજમ લઈ જતા, જ્યાંથી ડ્રગનો જથ્થો ભરવામાં આવતો હતો. આ પછી ફરી સીમા પર આવીને ત્યાં હાજર અન્ય ડ્રાઈવર અને ક્લીનરને ટ્રક સોંપી દેતા, જેઓ હૈદરાબાદ, સોલાપુર અને પુણે થકી મુંબઈ પહોંચતા હતા. અમુક માલ સોલાપુર અને પુણેમાં પણ ઉતારતા હતા, એમ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો