સુવિધા:આજથી હાર્બર માર્ગ પર મધ્ય રેલવે વતી એસી લોકલ દોડશે

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સેવા ગોરેગાવ, વાશી, પનવેલ, બાંદરા માર્ગ પર મળશે

મુંબઈગરા માટે ખુશખબર છે. સોમવારથી હાર્બર માર્ગ પર મધ્ય રેલવે વતી એરકંડિશન્ડ ઉપનગરીય લોકલ ટ્રેન સેવા શરૂ થશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગોરેગાવ દરમિયાન આ એસી લોકલ દોડશે. એસી લોકલ શરૂ કરવાથી મુંબઈગરાનો પ્રવાસ હવે વધુ આરામદાયક બનશે. આ એસી લોકલનીસેવા ગોરેગાવ, વાશી, પનવેલ, બાંદરા માર્ગ પર પણ ઉપલબ્ધ થશે. દર રવિવારે જોકે આ માર્ગ પર નોન- એસી લોકલ ટ્રેન જ દોડશે. એર કંડિશન્ડ ટ્રે સેવા તરીકે સોમવારથી ચલાવવામાં આવનારી સી લોકલનું સમયપત્ર પણ ઘોષિત કરવામાં આવ્યું છે.

દરમિયાન ટ્રાન્સહાર્બર માર્ગ પરની 16 એસી લોકલ બંધ થશે. આ એસી લોકલ સેવા રવિવાર અને રજાના દિવસે ઉપલબ્ધ નહીં થશે. તેની જગ્યાએ નોન- એસી લોકલ ચલાવવામાં આવશે. હાલમાં ટ્રાન્સહાર્બર લાઈન પર ચાલતી 16 એસી ઉપનગરીય સેવાનો બહુ નબળો પ્રતિસાદ મળ્યો હોવાથી 31 જાન્યુઆરીથી તે બદલીને નોન એસી કરવામાં આવશે. ટ્રાન્સહાર્બર માર્ગ પર એસી લોકલને પ્રવાસીઓએ બહુ નબળો પ્રતિસાદ આપ્યો છે. નવેમ્બરમાં સરેરાશ 1197 અને ડિસેમ્બરમાં સરેરાશ 1052 પ્રવાસીઓએ આ માર્ગ પર એસી લોકલથી પ્રવાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...