તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આજથી અંધેરીથી વિરાર વચ્ચે 25 સેવાઓ 15 ડબ્બા સાથે દોડશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 સેવા સ્લો લાઈન અને 7 ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે

પ્રવાસીઓની ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમરેલવે દ્વારા 28મી જૂનથી અંધેરી અને વિરાર વચ્ચે 15 ડબ્બાની સેવાઓ દોડાવવામાં આવશે. આ સંબંધમાં 25 સેવાઓને 12 ડબ્બામાંથી 15 ડબ્બામાં ફેરવવામાં આવશે, જેમાં 13 ડાઉન અને 12 અપ સેવાઓનો સમાવેશ થાય છે. આમાંથી 18 સેવા સ્લો લાઈન અને 7 ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે.

આ માર્ગના પ્રવાસીઓ માટે આ આશીર્વાદરૂપ છે, કારણ કે તેને લીધે આ સેવાઓની વહન ક્ષમતામાં 25 ટકાનો વધારો થવાનો છે. 15 ડબ્બાની સેવા દોડાવવા માટે અંધેરી અને વિરાર વચ્ચે સ્લો કોરિડોર પર 14 સ્ટેશન ખાતે 25 પ્લેટફોર્મનું આશરે રૂ. 60 કરોડને ખર્ચે વિસ્તારીકરણ કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલવેના જીએમ આલોક કંસલે આ પ્રોજેક્ટ પર બારીકાઈથી દેખરેખ રાખી હતી, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.આ માર્ગ પર આશરે 40 કિમી પટ્ટામાં 14 સ્ટેશનનો ઈન્ફ્રા વિકાસનું વ્યાપક કામ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...