શિક્ષણ:નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ-1નો અભ્યાસક્રમ થીમ બેઝ્ડ રહેશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાણી બચત, રસ્તા સુરક્ષા અને પરિવહનના નિયમના પાઠ ભણાવાશે

જૂન મહિનાથી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષમાં પહેલા ધોરણનો અભ્યાસક્રમ હવે થીમ બેઝ્ડ હશે. વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસક્રમ સાથે જ દરેક સત્રમાં સંકલ્પના શીખવાડમાં આવશે. પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ હું અને મારું કુટુંબ, પાણી, પ્રાણી, રસ્તા સુરક્ષા અને પરિવહન સંકલ્પના પર આધારિત હશે એવી માહિતી બાલભારતીના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. વિદ્યાર્થીઓને સ્કૂલમાં આ થીમ ભણાવવામાં આવશે.

કુટુંબની ઓળખ, મહત્વ, પાણી બચતના ફાયદા, ઉપયોગ, નિર્મિતી, પ્રાણીઓનો ઉપયોગ, જાતી, પ્રાણીઓનું રક્ષણ કરવા સાથે જ રસ્તા સુરક્ષા અને પરિવહનના નિયમના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. આ ચારેય સંકલ્પના અભ્યાસની હશે અને પ્રેકટિકલ, પ્રકલ્પ, ચિત્ર, રમતના માધ્યમથી આ વિષયો ભણાવવામાં આવશે.

જૂન મહિનાથી શરૂ થારા નવા શૈક્ષણિક વર્ષમાં રાજ્યની મરાઠી અને ઉર્દૂ માધ્યમની સ્કૂલોના પહેલા ધોરણના વિદ્યાર્થીઓને દ્વિભાષી પુસ્તકો આપવામાં આવશે. આ પુસ્તકોના આધારે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષા સાથે રોજના વપરાશના સહેલા અંગ્રેજી શબ્દની ઓળખાણ કરાવવામાં આવશે.

એના દ્વારા વિદ્યાર્થીઓ મરાઠી શબ્દનો વૈકલ્પિક અંગ્રેજી શબ્દ, મરાઠી વાક્યરચનાની અંગ્રેજી વાક્યરચના શીખી શકશે. રાજ્યની 488 મોડેલ સ્કૂલમાં આ દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો પાઈલટ પ્રોજેક્ટ સફળ થયા પછી જૂનથી રાજ્યની મરાઠી અને ઉર્દૂ ભાષાના સ્કૂલોના પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે લગભગ 50 લાખ કરતા વધુ પાઠ્યપુસ્તકોની છપાઈ મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિતી અને અભ્યાસક્રમ સંશોધન મંડળ (બાલભારતી) કરશે.

વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે પાઠ્યપુસ્તકોની કેટલી માગણી છે એની નોંધ લઈને શિક્ષણાધિકારીએ ઈ-બાલભારતી પર પુસ્તકોની માગણી કરવાની છે. આ કામ ચાલુ છે અને પૂરું થયા બાદ કેટલા પુસ્તક છાપવાના છે એ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...