તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેટ્રો-3નો કારશેડ કાંજુરમાર્ગમાં ઊભો કરવો કે આરેમાં, એના પરથી વિવાદ ચાલુ છે ત્યારે હવે કાંજુરમાર્ગ મેટ્રો કારશેડથી રાજ્યના રૂ. 1580 કરોડ બચશે એવો દાવો 9 સભ્યોની સમિતિએ કર્યો છે. મેટ્રો કારશેડના અભ્યાસ માટે રાજ્ય સરકારે રાજ્યના મુખ્ય સચિવ સંજયકુમારની અધ્યક્ષતા હેઠળ 9 સભ્યોની સમિતિ સ્થાપી હતી. કાંજુરમાર્ગની જગ્યામાં કારશેડ ઊભો કરવામાં આવશે તો જગ્યાની કિંમત અને બાંધકામ ખર્ચમાં રાજ્યમાં રૂ. 1580 કરોડ બચશે એમ આ સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આરેના કારશેડમાં ફક્ત 30 મેટ્રો ઊભી રહી શકે છે જ્યારે કાંજુરમાર્ગના કારશેડમાં 55 મેટ્રો ઊભી રહી શકે છે એમ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આરેમાં મેટ્રો-3નો કારશેડ કાંજુરમાર્ગ ખાતે ખસેડવાનો નિર્ણય થતા જ કેન્દ્ર સરકારે પણ પોતાનો માલિક હક દેખાડ્યો હતો. આ જગ્યા મીઠાના અગરોની હોવાથી એના પર કેન્દ્રનો અધિકાર છે એમ નોંધીને એના પર કોઈ અતિક્રમણ કરવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું બોર્ડ લગાડ્યું હતું.
દરમિયાન એક બાંધકામ વ્યવસાયિકે આ જગ્યા પોતે ભાડેથી થોડા વર્ષ પહેલાં લીધી છે અને અમારી વચ્ચે કરાર થયેલો હોવાથી અત્યારે એમએમઆરડીએએ ત્યાં મેટ્રો કારશેડ માટે જે ખોદકામ શરૂ કર્યું છે એ તરત બંધ કરવું એવી નોટિસ મહેશકુમાર ગરોડિયાએ મુંબઈ ઉપનગરના જિલ્લાધિકારી મિલિંદ બોરકરને મોકલી છે.
અંતિમ ચુકાદા સુધી દાવો રાખવા પરવાનગી
પોેતે કાંજુરમાર્ગ ગામમાં લગભગ 500 એકર જમીન ભાડેથી લીધી છે. એમાં મેટ્રો કારશેડ માટે લીધેલી જમીનનો પણ સમાવેશ છે. તેથી મિલિંદ બોરકરે જે 102 એકર જમીન એમએમઆરડીએને આપતો આદેશપત્ર આપ્યો છે એ તત્કાળ રદ કરવો એમ ગરોડિયા ગ્રુપનું જણાવવવું છે. આ સંદર્ભે ગરોડિયાએ કેન્દ્ર સરકાર તરફથી તેમનો કરાર રદ કરવાના નિર્ણયને 2005માં હાઈ કોર્ટમાં પડકાર્યો છે. એમાં હાઈ કોર્ટે ગરોડિયાના રાહત આપતા એ જમીન સંદર્ભે અંતિમ ચુકાદો આવે નહીં ત્યાં સુધી દાવો યથાવત રાખવા પરવાનગી આપી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.