તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:હવેથી હોમ ક્વોરન્ટાઈન નાગરિકોના ઘરે મહાપાલિકાની ટીમ દરોડા પાડશે

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દોષી જણાય તો કોવિડ સેન્ટરમાં મોકલવાથી લઈને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે

મહાપાલિકા દ્વારા હોમ ક્વોરન્ટાઈન કરાયેલી નાગરિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરવા માટે હવે અચાનક દરોડા પાડવામાં આવશે. તેની ટીમો દ્વારા આ તપાસમાં જો કોઈ દોષી જણાય તો કોવિડ સેન્ટરમાં મોકલી દેવાથી લઈને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગેનો નવો પરિપત્રક મહાપાલિકાના જાહેર આરોગ્ય ખાતાના વિભાગ પ્રમુખ કાર્યવાહી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ જારી કર્યો છે. હોમ ક્વોરન્ટાઈન કરાયેલી 10 ટકા દર્દીઓના ઘરે સમર્પિત તબીબી ટીમ રોજ વારાફરતી અચાનક મુલાકાત લેશે. દર્દી કે સંબંધિતો જો નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો દર્દીને કોરોના કાળજી કેન્દ્ર-2માં મોકલી દેવાશે. જો સહયોગ નહીં આપે તો પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે એવો આદેશ જારી કરવામાં આવ્યો છે.

ઘરની બહાર સૂચના લગાવાશે: હેલ્થ પોસ્ટના કર્મચારીઓ દર્દીના ઘરની બહાર સૂચના કે નોટિસ પ્રદર્શિત કરશે. સોસાયટી કે કોલોનીના પદાધિકારીઓને તે અંગે જાણ કરાશે. દર્દી પાસેથી નિયમોનું પાલન કરીશ એવું લેખિતમાં લેવાશે. તેમને નિયમોનું પત્રક આપવામાં આવશે. દર્દીને બાધા થયા પછી પાંચ અને સાતમા દિવસે ફોન દ્વારા તેની તબિયતની પૂછપરછ કરાશે. દર્દી પોતાની તબિયતની નોંધ રાખે છે, દવા લે છે, ઘરની બહાર જતો નથી, કોવિડ પ્રતિબંધ સુસંગત વર્તણૂક કરે છે, ફોન પર યોગ્ય રીતે માહિતી આપે છે આ બધી બાબતોની ખાતરી નિયમિત રીતે વોર્ડ રૂમ દ્વારા રાખવાની રહેશે, એમ પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

હોમ ક્વોરન્ટાઈનના માપદંડ
લક્ષણરહિત (એસિમ્પ્ટોમેટિક), સૌમ્ય લક્ષણો (સહ- માંદગી નહીં હોય, તાવ 100 ફેરનહાઈટથી ઓછો હોય, ઓક્સિજન સ્તર 95થી વધુ છે અને અન્ય સામાન્ય માપદંડ), પ્રૌઢ અને સહમાંદગી સાથેના દર્દી, જેમની અંદર કોઈ લક્ષણો જણાતાં નથી તેમને હોમ ક્વોરન્ટાઈન કરી શકાય. આવા દર્દીના ઘરમાં પોતાને અલગ રાખવા અને કુટુંબના અન્ય સભ્યો માટે પૂરતી જગ્યા હોય તે જરૂરી છે. ઘરમાં સારા હવાઉજાશ, સ્વતંત્ર ટોઈલેટ હોવું જોઈએ. આવા દર્દીઓએ પલ્સ ઓક્સિમીટર, ડિજિટલ થર્મોમીટર, ફેસ માસ્ક, હાથમોજાં, સેનિટાઈઝર વગેરે સાધનો પોતાની પાસે રાખવાનું આવશ્યક છે.

સર્વ વિભાગમાં વોર રૂમ
મુંબઈના 24 વોર્ડમાં વોર્ડ રૂમ સ્થાપિત કરાયા છે. વોર્ડ રૂમે જરૂરતમંદ દર્દીને એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવાની રહેશે. દર્દીમાં લક્ષણો અને સહ- માંદગીની વિગતો તેમણે લેવાની રહેશે. પ્રસૂતિકાળ બે અઠવાડિયા પર હોય તેવી ગર્ભવતી મહિલાને હોમ ક્વોરન્ટાઈન નહીં કરી શકાશે. દર્દીઓની રોજ નોંધ કરવી. સંપર્ક નહીં થાય તેવા દર્દીઓની માહિતી તબીબી અધિકારી અથવા હેલ્થ પોસ્ટને જણાવવી એમ પણ આદેશમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો