તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટ્રાફિકજામથી ત્રાસેલા મુંબઈગરા સર્વ મેટ્રો લાઈન ક્યારેય શરૂ થાય તેની ભારે આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. તેમને માટે ખુશખબર છે. મેટ્રોના યાત્રીઓ માટે ટૂંક સમયમાં જ મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વિકલ્પ મળી શકે છે. મેટ્રો 2એ અને મેટ્રો 7 કોરિડોરનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. સરકારે 2021માં આ મેટ્રો માર્ગ પર સેવા શરૂ કરવાની યોજના તૈયાર કરી છે.
મેટ્રોમાં સફર કરનારા યાત્રીઓને સ્ટેશનની બહાર નીકળતાં જ મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વિકલ્પ કરાવવા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે.નોંધનીય છે કે મેટ્રો 2એ અને મેટ્રો 7 કોરિડોર પર 30 સ્ટેશન પર વિશ્વ સ્તરીય ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) દ્વારા સલાહકારની પણ નિયુક્તિ કરવાનો નિર્ણય લીધો છે.
આ માટે પ્રાધિકરણ તરફથી ટેન્ડર જારી કરાયાં છે. વેસ્ટર્ન હાઈવેની પાસે અંધેરી પૂર્વથી દહિસર પૂર્વન વચ્ચે 16.473 કિલોમીટર લાંબા મેટ્રો કોરિડોર અને દહિસરથી ડીએન નગર વચ્ચે 18.5 કિલોમીટર લાંબા મેટ્રો 2એ કોરિડોરનું નિર્માણકાર્ય તેજ ગતિથી ચાલી રહ્યું છે.
ફીડર બસ સેવા શરૂ કરવાની તૈયારી
એમએમઆરડીએના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સાર્વજનિક પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ફીડર બસ સેવા શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફીડર બસ સેવા પવઈથી ઘાટકોપર, પવઈથી જાગૃતિ નગર, પવઈથી મરોલ નાકા વચ્ચે ચલાવવામાં આવશે. મેટ્રો સ્ટેશનો પર યાત્રીઓને ભાડાં પર ઈલેક્ટ્રિક સ્કૂટર અને સાઈકલ પણ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની યોજના તૈયાર કરવા સાથે તે કાર્યરત કરવામાં પણ સલાહકાર યોગદાન આપશે.
મલ્ટીમોડલ ઈન્ટીગ્રેશન પ્લાન
એમએમઆરડીએએ મેટ્રો 7 અને મેટ્રો 2એ કોરિડોરના સ્ટેશન વિસ્તારમાં ઈકો- ફ્રેન્ડ્લી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત સ્ટેશનના 250 મીટર રેડિયસ માટે મલ્ટીમોડલ ઈન્ટીગ્રેશન પ્લાન બનાવાયો છે. યાત્રીઓને તેમના અંતિમ સ્થાન સુધી પહોંચવા માટે મેટ્રોનાં બધાં સ્ટેશન વિસ્તારમાં સાઈકલ ટ્રેક, બસ સ્ટોપ, ઓટો, ટેક્સી સ્ટેન્ડ, સૂચના ફલક, ઈ-વેહિકલ સાથે અન્ય પરિવહનનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.