તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્ર સરકારે દારૂની હોમ ડિલિવરીની 14 મેથી છૂટ આપી છે. આ યોજના ફક્ત તે લોકો માટે લાગુ પડશે જેમની પાસે દારૂ પીવાની પરમિટ છે. સરકારે મંગળવારે દારૂ હોમ ડિલિવરી કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. જોકે કેટલીક શરતો રખાઈ છે. વાઇન શોપ દ્વારા લોકોને ઘરોમાં દારૂ પહોંચાડવા માટે ડિલિવરી બોયની નિયુક્ત કરવાનું ફરજિયાત રહેશે, આ કર્મચારીઓની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. ડિલિવરી બોય કોવિડ- 19નો વાહક નહીં હોય તેની ખાતરી કરવા માટે સ્ટેટ એક્સાઈઝ તેમને ઓળખપત્ર આપશે.
સેનિટાઇઝરનો ફરજિયાત ઉપયોગ જેવી કેટલીક શરતો નક્કી કરી
જોકે કેટલા વાઇન શોપ આ શરતોનું કેટલું પાલવ કરે છે તે જોવાનું રહેશે. સરકારે કહ્યું છે કે શરાબ સેવાની પરમિટ ઓનલાઈન આપવાનો પણ વિચાર ચાલુ છે, કારણ કે તે સ્વીકારે છે કે બહુ ઓછા ગ્રાહકો પાસે દારૂની પરમિટ હોઈ શકે છે.મહારાષ્ટ્ર સરકારે એક નોંધનીય પગલાંમાં ભારતીય બનાવટ વિદેશી દારૂ, બિયર, હળવાં પ્રકારનાં લિકર અને વાઇનની હોમ ડિલિવરીને મંજૂરી આપી છે. દેશવ્યાપી લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂની દુકાનો ખોલવાની છૂટ હોવા છતાં સામાજિક અંતરનાં ધારાધોરણોનું ઉલ્લંઘન થતાં મુંબઈ જેવાં ઘણાં શહેરોમાં વાઇન શોપ બંધ કરવાની ફરજ પડી હતી. 11 મેના હુકમ મુજબ સરકારે દારૂના વિતરણ માટે તહેનાત વ્યક્તિઓ દ્વારા માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો ફરજિયાત ઉપયોગ જેવી કેટલીક શરતો નક્કી કરી છે. તદુપરાંત દારૂનું વેચાણ અને હોમ ડિલિવરી ચોક્કસ દિવસો અને ખમુક સમય પર જ થઇ શકશે. પરમિટ ધારક સંબંધિત દારૂના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર આપે પછી જ હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં લોકડાઉન યથાવત રહેશે ત્યાં સુધી આ હુકમ લાગુ રહેશે. જોકે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે આ હુકમમાં કોઈ પણ સમયે ફેરફાર શક્ય છે અથવા ફરીથી નવો આદેશ બહાર પાડવામાં આવી શકે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.