15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં બે ડોઝ લીધા હોય તેવા બધા પ્રવાસીઓને છૂટ આપવાની ઘોષણા મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી છે, પરંતુ મુંબઈમાં પહેલો ડોઝ લેનાર કરતાં બીજો ડોઝ લેનારની સંખ્યા બહુ ઓછી છે, જેથી આ સુવિધાનો લાભ 45થી વધુ ઉંમરના નાગરિકોને વધુ થશે. આને કારણે લગભગ 40 લાખ પ્રવાસીઓ વંચિત રહી જશે એવો અંદાજ છે.
1 માર્ચથી દેશમાં રસીકરણના તબક્કામાં 45થી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું. આ પછી 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું. જોકે રસીના પુરવઠામાં લગભગ એક મહિનો અવરોધ આવ્યો હતો. વાસ્તવમાં 18 વર્ષતી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ જૂનના મધ્યથી શરૂ થયું. આથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આ ફાયદાથી વંચિત રહેવાની શક્યતા છે.
અનેકોને બીજો ડોઝ સમયસર મળ્યો નથી. કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી બીજો ડોઝ 28 દિવસે લેવો પડે છે, જ્યારે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા પછી સુધારિત નિયમ અનુસાર 84 દિવસ પછી બીજો ડોઝ લઈ શકાય. આથી કોવેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓ ફાવી જશે.
હાલ મુંબઈમાં 20,05,696 આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 15,09,150 નાગરિકોએ બંને ડોઝ લીધા છે. પાંચ લાખ લોકોને બીજો ડોઝ બાકી છે. આ સાથે ફ્રન્ટલાઈન વર્કર્સની વાત કરીએ તો 25,07,151 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 19,02,516 નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. આમ, આ વર્ગના પણ પાંચ લાખ લોકોનો બીજો ડોઝ બાકી છે. 18 વર્ષથી વધુ ઉંમરના 28,93,428 નાગરિકોએ પ્રથમ અને ફક્ત 1,53,648 નાગરિકોએ બે ડોઝ લીધા છે. 45થી વધુ ઉંમરના 25,11,679 નાગરિકોએ પ્રથમ અને 14,55,181 નાગરિકોએ બે ડોઝ લીધા છે. કુલ 78,18,449 નાગરિકોએ હમણાં સુધી રસી લીધી છે.
થાણેમાં 1,17,851 આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ અને 83,331 નાગરિકોએ બે ડોઝ લીધા છે. ફ્રન્ટલાઈન કર્મચારીમાં 1,35,517 નાગરિકોએ પ્રથમ અને 84,149 નાગરિકોએ બે ડોઝ લીધા છે. 18 વર્ષથી વધુ ઉંમરના 11,72,228 નાગરિકોએ પ્રથમ અને 76,667 નાગરિકોએ બે ડોઝ લીધા છે. 45થી વધુ ઉંમરના 13,33,284 નાગરિકોએ પ્રથમ અને 7,38,351 નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. કુલ 37,41,378 નાગરિકોએ બે ડોઝ લીધા છે.
પ્રવાસથી કોણ વંચિત રહેશે
થાણેમાં બંને ડોઝ લીધેલા નાગરિકોની સંખ્યા 9,82,468 છે. મુંબઈમાં 19,60,495 નાગરિકોએ બે ડોઝ લીધા છે. આ બંને સંખ્યાઓનો વિચાર કરવામાં આવે તો લગભગ 29 લાખ નાગરિકોને લોકલમાં પ્રવાસ કરવા મળશે. કોવિડ પૂર્વે રોજ લગભગ 60-70 લાખ નાગરિકો લોકલમાં પ્રવાસ કરતા હતા. જોકે હવે બે રસીની માત્રાને લીધે ફક્ત 29 લાખ અર્થાત અડધા લોકો જ પ્રવાસ કરી શકશે. હજુ 30- 45 લાખ પ્રવાસીઓ રસીથી વંચિત છે એવો અંદાજ છે.
હજુ અનેક મહિના વાટ જોવી પડશે
એક બાજુ સરકારે બે રસી લીધી હોય તેમને લોકલમાં પ્રવાસની છૂટ આપી છે. જોકે વાસ્તવમાં અનેક પ્રવાસીઓ નકારવાનો આ ઘાટ છે. બીજો ડોઝ લેનારની સંખ્યા ઓછી છે. આથી કોવેક્સિન લીધી હોય તેમનું ઠીક પ્રથમ ડોઝ કોવિશિલ્ડનો લીધો હોય તેમને હજુ લગભગ અઢી મહિનો વાટ જોવી પડવાની છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.