તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઝામ્બિયન મહિલા પાસેથી રૂ. 21 કરોડનું ડ્રગ પકડાયું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્લાઈટ સેવામાં નિયંત્રણો વચ્ચે પણ ડ્રગની દાણચોરી ઓછી થતી નથી. બલકે નિયંત્રણોનો લાભ લઈને છટકી શકાશે એવા ઈરાદાથી ડ્રગની હેરાફેરી કરવાનું ચાલુ જ છે. ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર ઝામ્બિયન મહિલા પાસેથી રૂ. 21 કરોડનું 3 કિલો હેરોઈન મળી આવ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ને મળેલી વિશ્વસનીય માહિતીને આધારે કથિત મહિલા મુંબઈ એરપોર્ટ પર ઊતરી ત્યારે શંકા પરથી તેની બેગ તપાસવામાં આવી હતી, જેમાં વ્યવસ્થિત જગ્યા બનાવીને ડ્રગ છુપાવેલું મળી આવ્યું હતું.

આ મહિલાને જોહાનિસબર્ગમાં ડ્રગનો જથ્થો આપવામાં આવ્યો હતો. મુંબઈમાં તે ડિલિવરી કરવાનું હતું. મહિલાએ કબૂલ કર્યું કે તે ડ્રગ કેરિયરનું કામ કરે છે, જેની સામે તેને કમિશન મળે છે. છેલ્લા થોડા સમયમાં મહિલા પાસેથી રૂ. 21 કરોડનું ડ્રગ પકડાય તેવી આ પ્રથમ ઘટના છે. કોરોનાને લીધે નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય ઉડાણોને લઈને વધુ સખતાઈ છે, વિદેશી મુસાફરોને ક્વોરન્ટાઈન કરવાનો નિયમ છે, આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત છે. આમ છતાં આંતરરાષ્ટ્રીય તસ્કરોની પ્રવૃત્તિ ઓછી થઈ નથી અને નવા નવા રસ્તા શોધી રહ્યા છે એવું આ કેસ પરથી સિદ્ધ થાય છે.

અન્ય સમાચારો પણ છે...