તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:2025થી મુંબઈને વધુ 200 મિલિયન લિટર પાણી મળશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોર ખાતે નિઃક્ષારીકરણ પ્રકલ્પ માટે કરાર

2025થી મુંબઈને વધુ 200 મિલિયન લિટર પીવાનું પાણી મળવાનો માર્ગ મોકળો થયો છે. મહાપાલિકા અને ઈઝરાયલની મેસર્સ આઈડીઈ વોટર ટેકનોલોજીઝ દ્વારા પ્રકલ્પ સાકાર કરવા માટે સોમવારે કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. સમજૂતી કરાર સમયે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, નગર વિકાસ મંત્રી એકનાથ શિંદે, પર્યાવરણમંત્રી આદિત્ય ઠાકરે, મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ, ઈઝરાયલના મહાવાણિજ્ય દૂત યાકોવ ફિનકેલસ્ટાઈન હાજર હતા.લહેરી વરસાદ, પાણીની વધતી માગણીને ધ્યાનમાંલેતાં આ પ્રકલ્પ મહત્ત્વપૂર્ણ છે.

મલાડના મનોરમાં 200 મિલિયન લિટર નિઃક્ષારીકરણ પ્રકલ્પના ડીપીઆર માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકલ્પની ક્ષમતા 400 મિલિયન લિટર સુધી વિસ્તારી શકાશે.મે 2022 સુધી ડીપીઆર અને 2025માં આ પ્રકલ્પ શરૂ થવાની અપેક્ષા છે, જે પછી મુંબઈને વધુ 200 મિલિયન લિટર પાણી મળશે.

અનિયમિત- લહેરી વરસાદ, વાતાવરણમાં બદલાવ વગેરેને લીધે મુંબઈગરાને દર વર્ષે 15થી 20 ટકા પાણીકાપનો સામનો કરવો પડે છે. આથી સંપૂર્ણ વિશ્વાસપાત્ર જળસ્ત્રોનો વિકાસ કરવાની તાતી જરૂર ઊભી થઈ છે.મહારાષ્ટ્ર પર્યટન વિકાસ મહામંડળ દ્વારા મનોરીમાં ઉપલબ્ધ કરાયેલી જગ્યા પર આ પ્રકલ્પની અમલબજાવણી કરાશે.

વિવિધ સર્વેક્ષણો હાથ ધરાશે
કરાર થયાથી 10 મહિનામાં વિગતવાર પ્રકલ્પ અહેવાલ પ્રાપ્ત થશે. આ પ્રકલ્પ અહેવાલ તૈયાર કરતી વખતે સમુદ્રશાસ્ત્રીય સર્વેક્ષણ, ભૂપૃષ્ઠીય સર્વેક્ષણ, ભૂભૌતિકશાસ્ત્રીય સર્વેક્ષણ, પર્યાવરણ નિર્ધારણ અભ્યાસ (સમુદ્રિ અને જમીન પરનો), ડિફ્યુઝર, ખારા પાણીના નિકાલની રચનાત્મક બાબતોની ગણિતીક પ્રતિકૃતિ, સમુદ્રના પાણીના આદાન અને ક્ષારના નિકાલનું સ્થળ નિશ્ચિત કરીને સંકલ્પચિત્ર તૈયાર કરવું, કિનારપટ્ટી નિયમન ક્ષેત્રીય અભ્યાસ અને તે અનુષંગે પરવાનગીઓ પ્રાપ્ત કરવાનાં કામો હાથમાં લેવાશે. વિગતવાર પ્રકલ્પ અહેવાલ પ્રાપ્ત થયા પછી પ્રકલ્પના બાંધકામ માટે મહાપાલિકા તરફથી વિગતવાર ટેન્ડર પ્રક્રિયા જારી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...