પ્રશાસન તરફથી આશ્વાસન:મુંબઈ મહાપાલિકાની હોસ્પિટલોમાં ઘાયલ ખેલાડીઓને ફ્રિ સારવાર,પ્રશાસન દ્વારા આ બાબતે હકારાત્મક પ્રતિસાદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં વિવિધ રમતોમાં પ્રવીણતા મેળવનાર ખેલાડીઓને રમત દરમિયાન જખમી થયાની માહિતી મળતા એના પર મહાપાલિકાની હોસ્પિટલોમાં મફત તબીબી સારવાર કરવા બાબતે હકારાત્મક વિચાર કરવામાં આવશે એવું આશ્વાસન પ્રશાસન તરફથી આપવામાં આવ્યું છે. તેથી મુંબઈમાં જખમી ખેલાડીઓને મોટી રાહત મળશે. વિવિધ રમતોમાં પ્રવીણતા મેળવનારા મુંબઈના ખેલાડીઓની સંખ્યા મોટી છે.

કયારેક કયારેક પ્રેકટિસ કે મેચ દરમિયાન ખેલાડીઓ જખમી થાય છે. સમયે આવ્યે તેમના પર મોટું ઓપરેશન કરવું પડે છે. એના માટે ઘણો ખર્ચ થાય છે. સામાન્ય કુટુંબના ખેલાડીઓને આ ખર્ચ પરવડતો નથી. તેથી આવા ખેલાડીઓ પર મહાપાલિકાએ પોતાની હોસ્પિટલમાં મફત સારવાર કરવી એવી માગણી કરતી ઠરાવની સૂચના શિવસેનાના નગરસેવક સમાધાન સરવણકરે મહાપાલિકા સભાગૃહમાં રજૂ કરી હતી.

આ ઠરાવની સૂચના એકમતે મંજૂર કરીને મહાપાલિકા કમિશનર પાસે અભિપ્રાય માટે મોકલવામાં આવ્યો હતો. ઠરાવની સૂચના પર મહાપાલિકા કમિશનરે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. રમત દરમિયાન ખેલાડીઓ પર મહાપાલિકા હોસ્પિટલમાં સારવાર કરવા બાબતે કમિશનરે હકારાત્મકતા દર્શાવી છે.

જખમી ખેલાડીઓને મોટી રાહત મળશે
મહાપાલિકા મફત સારવારનો હાથ આગળ કરે તો જખમી ખેલાડીઓને મોટી રાહત મળશે એવો આશાવાદ આ ઠરાવની સૂચનામાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાપાલિકાની કેઈએમ હોસ્પિટલમાં દર્દીઓ પર તાત્કાલીક સારવાર કરવામાં આવે છે. આર્થિક દષ્ટિએ ગરીબ દર્દીઓ પર મેડિકલ સમાજસેવક અને પીબીસીએફ મારફત મફત સારવાર કરે છે.

મુંબઈમાં વિવિધ રમતોમાં પ્રવીણતા મેળવનાર ખેલાડી રમત રમતા ઈજાગ્રસ્ત થયાની માહિતી મળતા એ બાબતે હકારાત્મક વિચાર કરવામાં આવશે એમ પ્રશાસને પોતાના અભિપ્રાયમાં નોંધ્યું છે. તેથી ભવિષ્યમાં રમત રમતા જખમી થનારા ખેલાડીઓને મહાપાલિકા હોસ્પિટલમાં મફત સારવાર મળશે એવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...