તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની ઘોષણા:ગામ કોરોનામુક્ત કરો, રૂ. 50 લાખ જીતો

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ત્રણ ગ્રામ પંચાયતોને ઈનામી રકમમાંથી વિકાસકામો મંજૂર કરાશે

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોરોના પર માત કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. ગ્રામીણ ભાગોમાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં હતું. આથી ગ્રામીણ ભાગ કોરોનામુક્ત થવા માટે ખાસ સ્પર્ધાની ઘોષણા ગ્રામ વિકાસ મંત્રી હસન મુશરીફે કરી છે. કોરોનામુક્ત ગામ કરનારી પંચાયતને રૂ. 50 લાખનું ભંડોળ આપવામાં આવશે.

રાજ્યના ગ્રામીણ ભાગોમાં કોરોનામુક્તિનાં કામોને પ્રોત્સાહન મળે અને ગામ વહેલી તકે કોરોનામુક્ત થઈને તેના દ્વારા તાલુકા, જિલ્લા અને સંપૂર્ણ મહારાષ્ટ્રમાં વહેલામાં વહેલી તકે કોરોનામુક્ત થાય તે માટે રાજ્યમાં કોરોનામુક્ત ગામ સ્પર્ધા લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ જનતા સાથે સંવાદ સાધતી વખતે અમુક ગામડાંમાં કોરોનાને રોકવા બદલ શાબાશી આપી હતી. આ ઉપક્રમને હવે વધુ ગતિ આપવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોનામુક્ત ગામ સ્પર્ધામાં દરેક મહેસૂલી વિભાગમાં સારી કામગીરી કરનારી પ્રથમ 3 ગ્રામ પંચાયતોને અનુક્રમે રૂ. 50 લાખ, રૂ. 25 લાખ અને રૂ. 15 લાખનું ઈનામ અપાશે. 6 મહેસૂલી વિભાગમાં પ્રત્યેકી 3 પ્રમાણે રાજ્યમાંકુલ 8 ઈનામ આપવામાં આવશે. આ માટે ઈનામની કુલ રકમ રૂ. 5.40 કરોડ રહેશે.

કોરોનામુક્ત ગામોને વિકાસકામો મળશે : સારી કામગીરી કરનારી પ્રથમ 3 ગ્રામ પંચાયતોને લેખાશિર્ષ 2515 અને 3054 યોજનાઓમાં અગ્રતા આપીને તેમાંથી પ્રત્યેકી મહેસૂલ વિબાગમાં પ્રથમ ત્રણ ગ્રામ પંચાયતોને અનુક્રમે રૂ. 50 લાખ, રૂ. 25 લાખ અને રૂ. 15 લાખનું ભંડોળ વિકાસકામો માટે મંજૂર કરાશે.

22 માપદંડ પર ગુણ અપાશે
આ સ્પર્ધામાં ભાગ લેનારાં ગામોને વિવિધ 22 માપદંડો પર ગુણ આપવામાં આવશે. આ સંબંધમાં વિગતવાર સરકારી નિર્ણય બુધવારે જારી કરાયો છે. આ સ્પર્ધામાં રાજ્યનાં બધાં ગામોને સહભાગી કરીને તમારું ગામ વહેલામાં વહેલી તકે કોરોનામુક્ત કરવો એવો અનુરોધ તેમણે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...