હાકલ:રેશનકાર્ડ ન ધરાવતાં કુટુંબો અને વિસ્થાપિત શ્રમિકોને 10 જુલાઈ સુધી મફત ચોખા

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ અને થાણે પરિક્ષેત્રમાં રેશનકા્ડ ન ધરાવતા કુટુંબો અને વિસ્થાપિત શ્રમિકોને ૧૦ જુલાઈ સુધી મફત ચોખા અને આખા ચણાનું વિતરણ કરવામાં આવશે એવી માહિતી નાગરિક પુરવઠા વિભાગના રેશન નિયંત્રક અને સંચાલક કૈલાસ પગારેએ આપી હતી. કોરોનાના તાવનો સામનો કરવા માટે દેશમાં અને રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે. તેથી નિર્માણ થયેલી પરિસ્થિતિને માત કરવા કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત, રાષ્ટ્રીય અન્નસુરક્ષા અથવા રાજ્ય સરકારની કોઈ પણ યોજનામાં સમાવિષ્ટ ન હોય એવા રેશનકાર્ડ વિનાના લોકોને મે અને જૂન મહિનાના સમયગાળા માટે વ્યક્તિદીઠ દર મહિને ૫ કિલો ચોખાનું વિતરણ કરવામાં આવે છે. 

માસ્કનો ઉપયોગ કરીને વહેલાસર અનાજ મેળવી લેવું એવી હાકલ
મુંબઈ અને થાણે પરિક્ષેત્રમાં અત્યાર સુધી ૧૦૫૮ મેટ્રિક ટન ચોખાનું મફત વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત મે અને જૂન મહિના માટે કુટુંબ દીઠ દર મહિને ૧ કિલો આખા ચણાનું વિતરણ ચાલુ છે. આ મુદત ૧૦ જુલાઈ સુધી વધારવામાં આવી છે. અનાજનો વિપુલ સ્ટોક ઉપલબ્ધ હોવાથી ધોરણમાં બંધબેસતા પાત્ર લાભાર્થીઓને નિશ્ચિત કરવામાં આવેલા કેન્દ્રમાંથી કોઈ પણ ગિરદી ન કરતા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને, માસ્કનો ઉપયોગ કરીને વહેલાસર અનાજ મેળવી લેવું એવી હાકલ પગારેએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...