તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રેલવે, બેન્ક, લશ્કરમાં ભરતીને નામે અનેક લોકો સાથે છેતરપિંડી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લશ્કર અને પોલીસે સહિયારી કામગીરીમાં બે જણને ઝડપી લીધા

રેલવે, બેન્ક, લશ્કર જેવી વિવિધ સરકારી સેવાઓમાં નોકરીનું વચન આપીને અનેક લોકો સાથે લાખ્ખોની છેતરપિંડી કરવાનું કૌભાંડ લશ્કર અને પુણે પોલીસે સંયુક્ત રીતે ખુલ્લું પાડીને બે જણની ધરપકડ કરી છે, એમ સંરક્ષણ દળ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું. આ સંબંધમાં સોલાપુરથી બે જણની ધરપકડ કરવામાં આવી છે, જેઓ એક અત્યંત મોટા કૌભાંડનો હિસ્સો હોવાનું બહાર આવ્યું છે.પુણેથી આ કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું.

આરોપીઓએ આ માટે લશ્કરની બોગસ વેબસાઈટો થકી ભરતીના દસ્તાવેજો જારી કરવા અને સંભવિત ઉમેદવારોનાં પરિણામોનું વિતરણ સહિતનું બોગસ ભરતીનું મોડ્યુલ બનાવ્યું હતું. લશ્કરના સધર્ન કમાન્ડની ઈન્ટેલિજન્સ એજન્સીને મળેલી માહિતીને આધારે આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.આરોપીઓએ લશ્કરની બોગસ વેબસાઈટ બનાવીને તેની પર ચૂંટેલાં ઉમેદવારોનાં નામ અપલોડ કર્યા હતા. આ સામે તેમણે તગડી રકમ ઉમેદવારો પાસેથી લીધી હતી. ઈચ્છુકો પાસેથી તેમની પસંદગી સામે રકમ લેવા સાથે લેખિત પરીક્ષા, તબીબી પરીક્ષણ, હોદ્દા માટે તાલીમ આપવા અલગ અલગ સ્થળો તેમનો પ્રવાસ અને મુકામ સામે પણ પૈસા લીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

31 મે અને 1 જૂન વચ્ચેની રાત્રે બે સૂત્રધાર ભરત કૃષ્ણા કાટે અને પંડિત પવારની સોલાપુરથી ધરપકડ કરવામાંઆવી હતી. તેમની પાસેથી ઘણા બધા પુરાવા પણ ભેગા કરાયા છે. આ ઠગોએ ઈચ્છુક ઉમેદવારોને સરકારી સેવાઓમાં નોકરી પાક્કી મળશે એવી ખાતરી આપીને પ્રત્યેક પાસેથી રૂ. 4થી 5 લાખ પડાવી લીધા હતા.

બોગસ દસ્તાવેજોને લીધે વિશ્વાસ
બોગસ કોલ લેટર, એડમિટ કાર્ડ, જોડાવાના પત્રો, તબીબી પરીક્ષણો અને અલગ અલગ સ્થળે તાલીમના બોગસ દસ્તાવેજોને લઈ ઈચ્છુકોને વિશ્વાસ બેસી ગયો હતો. આવા ઠગો સાથે કોઈ પણ વ્યવહાર નહીં કરવા અને જો કોઈ શંકા હોય તોતુરંત લશ્કરી પ્રશાસનને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...