છેતરપીંડી:કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકો સાથે ઠગાઈ, અંધેરી ખાતે ચલાવાતા બોગસ

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે પણ અંધેરી ઓશિવરામાં ચોરીછૂપીથી બોગસ કોલ સેન્ટર ચલાવીને સેંકડો વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરનારા બે જણની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

આરોપીમાં વિરાર પૂર્વના સાવરકર માર્ગ પર એર ઈન્ડિયા કોલોનીમાં રહેતા મૈત્રેય મહેશ પરબ (21) અને અંધેરી પશ્ચિમના ન્યૂ લિંક રોડ પર રહેતા વકાર દાયન આઝમી (35)નો સમાવેશ થાય છે, જ્યારે તેમના સાગરીતોની શોધ ચલાવવામાં આવી રહી છે.અંધેરી ઓશિવરાના આદર્શ નગરમાં અન્નપૂર્ણા એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળે બી-601 નંબરના ફ્લેટમાં આરોપીઓએ લુમિનેશન કોલ સેન્ટર ઊભું કર્યું હતું, જેમાં 7 કોમ્પ્યુટર દ્વારા વિદેશી નાગરિકોનો ડેટા અનધિકૃત રીતે પ્રાપ્ત કરતા હતા. આ પછી વીઓઆઈપી કોલ દ્વારા ખોટા નામે સંપર્ક કરીને તેમના કોમ્પ્યુટરમાંથી વાઈરસ કે માલવેર ક્લીન કરવાનું બતાવીને વિદેશી નાગરિકોની છેતરપિંડી કરતા હતા.ઘટનાસ્થળથી 7 હાર્ડ ડિસ્ક, 2 મોબાઈલ, 1 રાઉટર, 1 મેમરીકાર્ડ, સ્ક્રિપ્ટ્સ, દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યાં છે. કોલ સેન્ટરનો સૂત્રધાર ફરાર છે, જેની શોધ ચલાવવામાં આવી રહી છે. આરોપીઓએ કેટલા વિદેશી નાગરિકોને છેતર્યા છે તેની પણ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...