છેતરપિંડી:નિયમોનું ઉલ્લંઘન કરી બેન્ક સાથે 96.45 કરોડની ઠગાઈ, બેન્કના પૂર્વ CEO સહિત બે જણની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નિયમોનું સરિયામ ઉલ્લંઘન કરીને 56 જણને લોન આપીને ધી સિટી કો. ઓપ. બેન્ક, મુંબઈ સાથે રૂ. 96 કરોડ 45 લાખ 47 હજાર 785ની છેતરપિંડી કરવા સંબંધે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ રમેશ વિઠ્ઠલ શિરગાવકર (79) અને રાજન વિલાસ સાવંત (41)ની ધરપકડ કરી છે. શિરગાવકર બોરીવલી ચીકુવાડીનો રહેવાસી છે, જ્યારે સાવંત દાદર પશ્ચિમ શિવાજી પાર્કનો રહેવાસી છે.10 નવેમ્બર, 2010થી 31 મે, 2015 દરમિયાન આરોપીઓએ બેન્ક સાથે છેતરપિંડી કરી હતી.

2014-15માં આરબીઆઈ ઓડિટને લીધે બેન્ક સાથે છેતરપિંડીની આ ઘટના બહાર આવી હતી, જે પછી પાસ કરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આરોપીઓએ બધા જ નિયમોનું ઉલ્લંઘન કરીને લોન આપી હતી અને અનેક ગેરરીતિઓ આચરી હોવાનું બહાર આવ્યું હતું. કરજદાર અને જામીનદારના કેવાયસીની ખાતરી કરી નહોતી. કરજદાર અને જામીનદાર લોનની રકમ ભરપાઈ કરી શકે એવી સ્થિતિમાં નહોતા છતાં લોન અપાઈ હતી. કરજદારની સર્વ વિગતોનાં ફોર્મ ભરાવાયાં નહોતાં.આરોપીઓએ મરાઠા સહકારી બેન્ક પાસેથી અમુક લોન ટેકઓવર કરી હતી. વાસ્તવમાં તે લોન મરાઠા સહકારી બેન્કમાં એનપીએ અને લેણું કરજ હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...