તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ટોસિલિઝુમેબ -રેમડેસિવિર આપવાને નામે ઠગાઈ વધી

મુંબઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવા કહીને ઠગાઈ

કોવિડ-19ની બીજી લહેરમાં આ બીમારીના ઈલાજમાં ઉપયોગ કરાતાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબનાં ઈન્જેકશનોની માગણીમાં અચાનક વધારો થયો છે, જેને લઈ આ દવાઓની તીવ્ર અછત સર્જાઈ છે. આનો લાભ લેતાં ગઠિયાઓએ હવે દવા ઉત્પાદન કરતી સિપ્લા ફાર્મા જેવી નામાંકિત કંપનીઓને નામે જરૂરતમંદોને છેતરવાનું શરૂ કર્યું છે.

ક્રાઈમ બ્રાન્ચની સાઈબર સેલે એક યાદીમાં શુક્રવારે જણાવ્યું કે સિપ્લા તરફથી ફરિયાદ મળી છે કે સોશિયલ મિડિયા પર અજ્ઞાત શખસો કંપનીના વિતરક અથવા અન્ય હોદ્દા પર હોવાનું જણાવીને ઉક્ત બે ઈન્જેકશનો પૂરી પાડી શકે છે. આ માટે અલગ અલગ વ્યક્તિના બેન્ક અકાઉન્ટમાં નાણાં જમા કરવા કહે છે. જોકે નાણાં જમા કરાવ્યા પછી પણ ઈન્જેકશન નહીં મળતાં તેઓ ઠગાયા હોવાનું ભાન થાય છે.આ રીતે દવાની બહુ જરૂર ધરાવતા અનેક લોકોની છેતરપિંડી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો