નેતાઓની ધરપકડ:OBC રાજકીય અનામત મામલે આઘાડી સરકાર દ્વારા છેતરપિંડી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ દ્વારા મંત્રાલય પર મોરચોઃ નેતાઓની ધરપકડ

ઓબીસીનું રાજકીય અનામત પુનઃપ્રાપ્ત કરવા માટે નિર્ધારિત, ભારતીય જનતા પાર્ટીએ બુધવારે મુંબઈમાં મંત્રાલય ખાતે મોરચો કાઢ્યો હતો અને પક્ષના મુખ્ય નેતાઓએ ધરપકડ વહોરી લીધી હતી. મહાવિકાસ આઘાડી સરકાર પર ઓબીસીને છેતરવાનો આરોપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ દ્વારા આ સમયે કરવામાં આવ્યો હતો.

પાટીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી સુધીર મુનગંટીવાર, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકર, પૂર્વ મંત્રી ગિરીશ મહાજન, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી હંસરાજ આહીર, ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ મા. યોગેશ ટીળેકર, પ્રદેશ ઉપાધ્યક્ષ, પૂર્વ મંત્રી રામ શિંદે, પ્રદેશ મહામંત્રી દેવયાની ફરાંદે, જનરલ સેક્રેટરી ધારાસભ્ય અતુલ સાવે, સાંસદ પ્રીતમ મુંડે, ધારાસભ્ય ગોપીચંદ પડલકર, ધા. રામ સાતપુતે, ધા. મનીષા ચૌધરી, પ્રદેશ પ્રવક્તા ગણેશ હાકે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસે રાજ્ય કાર્યાલયથી મંત્રાલય સુધીની કૂચને રોકયા પછી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે કાર્યકર્તાઓએ આઘાડી સરકારનો વિરોધ કરીને અને ઓબીસીને રાજકીય અનામત પરત કરવાની જાહેરાત કરતાં પરિસર ગજવી મૂક્યું હતું.પાટીલે કહ્યું કે, મહાવિકાસ આઘાડીની નકામી સરકારે રાજ્યમાં ઓબીસીનું રાજકીય અનામત ગુમાવ્યું. આ સરકાર ઓબીસીને રાજકીય અનામત આપવા માગતી નથી. તેથી તેઓ વિષયનો અભ્યાસ કરતા નથી અને માર્ગ પણ કાઢતા નથી.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને અમારો પડકાર એ છે કે ઓબીસીના રાજકીય અનામત માટે ટ્રિપલ ટેસ્ટ શું છે અને પ્રયોગમૂલક ડેટા કેવી રીતે એકત્રિત કરવો તે એક વાર અને બધાને સાર્વજનિક રીતે કહો. મ્યુનિસિપલ વોર્ડની મહિલા અનામતની જાહેરાત 31મી મેના રોજ પૂર્ણ થાય ત્યાર બાદ પ્રયોગમૂલક ડેટા એકત્રિત કરવામાં આવ્યો અને જો કોર્ટ તેને સ્વીકારે તો પણ ઓબીસી માટે રાજકીય અનામત મેળવવી મુશ્કેલ બનશે. માટે આ આઘાડી સરકાર ડેટા બાબતે છેતરપિંડી કરી રહી છે.

અમે ઓબીસીને 27 ટકા ટિકિટ આપીશું : તેમણે કહ્યું કે ભલે કોર્ટે ઓબીસી રાજકીય અનામત પર સ્ટે મુક્યો હોય, પરંતુ ભાજપ પાર્ટી સ્તરે ઓબીસીને 27 ટકા ટિકિટ આપીને અનામતનો અમલ કરશે. જો મહાવિકાસ આઘાડી સરકારની દાનત ન હોય તો ઓછામાં ઓછું શિવસેનાએ એવી જાહેરાત કરવી જોઈએ કે આવનારી ચૂંટણીમાં ભાજપની જેમ અમે પણ 27% ટિકિટ ઓબીસીને આપીશું.

ઓબીસીના દુશ્મન સાથે યુદ્ધ
સુધીર મુનગંટીવારે કહ્યું કે ઓબીસી ભાઈઓ એ લાગણી સાથે અહીં આવ્યા છે કે ઓબીસીના દુશ્મન સાથે આપણું યુદ્ધ શરૂ થયું છે. મહાવિકાસ આઘાડી સરકાર પાસે કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના પૈસા છે પણ ઓબીસીની તરફેણ માંડનાર વકીલોની ફી ભરવાના પૈસા નથી.

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સરકારે ઓબીસી રાજકીય અનામત જાળવી રાખી છે. જો મહાવિકાસ આઘાડી સરકાર ઓબીસી બાંધવોને પ્રેમ કરતી હોય તો તેણે મંત્રીઓની એક સમિતિ મધ્યપ્રદેશ મોકલવી જોઈએ અને શિવરાજ સિંહ ચૌહાણનું માર્ગદર્શન લેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...