અકસ્માત:મહારાષ્ટ્રના બીડમાં કાર 60 ફૂટ ખીણમાં ખાબકતાં ચાર લોકોના મોત

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના આષ્ટી તાલુકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં હતાં અને એક જણ ગંભીર રીતે ઘાયલ છે. મૃતકો પ્રવાસ કરતા હતા તે કારનું ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં 60 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. મૃત્યુ પામેલા ચારેય એક જ પરિવારના છે. ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર છે અને તેની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

મૃતકોની ઓળખ સતીશ પંજુમલ ટેકવાણી (58), તેના બે ભાઈ શંકર (46) અને સુનીલ (48), અને ભત્રીજા લખન મહેશ ટેકવાણી (20) તરીકે કરવામાં આવી છે. આષ્ટી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃતકોના અન્ય એક સંબંધીને ઈજા થઈ છે. આ તમામ લોકો બીડના રહેવાસી હતા અને બીડ શહેરથી અહમદનગર જિલ્લામાં જઈ રહ્યા હતા ત્યારે કાર 60 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને અહમદનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસ સબ ઈન્સ્પેક્ટર રવિ દેશમાને, સ્ટાફ પ્રહલાદ દેવડે, લુઈસ પવાર સહિતની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ખીણમાંથી મૃતદેહ બહાર કાઢી નજીકની કડા પ્રાથમિક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓને સોંપવામાં આવી હતી. હજુ ડ્રાઈવર નીરજ ટેકવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતના કારણે બીડમાં ટેકવાણી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...