ક્રાઇમ:ઝાડની છટણી કરનારા ચાર લોકોની ધરપકડ

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર જાહેરખબર સ્પષ્ટ દેખાય તે માટે
  • પાલિકાના કર્મીના વેશમાં ઝાડનીનું કૌભાંડ

મહાપાલિકાના કર્મચારી જેવો પોશાક પહેરીને વિવિધ જગ્યામાં ઝાડની છટણી કરનારા ચાર જણની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય કેટલાક આરોપીઓની શોધખોળ આદરી છે. જાહેરખબરનાં હોર્ડિંગ્સ સાફ દેખાય તે માટે આરોપીઓ પરવાનગી લીધા વિના ઝાડની બેરહેમીથી છટણી કરતા હતા એવું બહાર આવ્યું છે.

3 ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ દક્ષિણ મુંબઈમાં વાલકેશ્વરમાં એક બંગલો નજીક 25 વર્ષ જૂના ગુલમહોરનાં ઝાડની છટણી કરી હતી. આ પછી મહાલક્ષ્મી ખાતે છગન મીઠા પેટ્રોલ નજીક પણ અંજીર સહિત ત્રણ ઝાડની છટણી કરી હતી. આ અંગે ગામદેવી પોલીસે સમીર કુરેશી, શફિક દરજી, હીરાલાલ દર્શન અને પરવેઝ ઉર્ફે ચીનુની ધરપકડ કરી છે, એમ ગામદેવીના સિનિયર પીઆઈ પ્યારેલાલ રાજભરે જણાવ્યું હતું. ઝાડની છટણી કરવાનો પેટા કોન્ટ્રાક્ટ આપનારા ત્રણ જણની શોધ ચલાવવામાં આવી રહી છે. આમાં મહાપાલિકાના કોઈ કર્મચારી સંડોવયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

3 ફેબ્રુઆરીએ બાંદરા બેન્ડસ્ટેન્ડમાં અને તે પછી ગિરગામમાં પણ જૂના ઝાડની બેરહેમીથી છટણી કરવાનાં પ્રકરણોની જાણકારી સ્થાનિકોએ ટ્વીટ થકી પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને આપી હતી, જે પછી ઠાકરેએ ખુદ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસને કાર્યવાહીના આદેશ આપ્યા છે. પોલીસ વિવિધ સુસંગત કલમો હેઠળ કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...