તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીએસટી ચોરી કૌભાંડ:GST કૌભાંડમાં ચાર કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરાઇ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • આરોપીને 13 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી

કરોડો રૂપિયાના જીએસટી ચોરી કૌભાંડમાં મહારાષ્ટ્ર ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે બુધવારે કાંદિવલી પૂર્વમાંથી યોગેશ જગદીશપ્રસાદ કનોડિયાની ધરપકડ કરી હતી. કનોડિયાની મેસર્સ યશ ફેબ્રિક્સ, મેસર્સ શ્રી ગણેશ ટેક્સટાઈલ, મેસર્સ જે કે ફેબ્રિક્સ અને મેસર્સ કૃષ્ણાંશ એન્ટરપ્રાઈઝીસમાં તપાસ હાથ ધર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.કથિત ચારેય કંપનીનાં જીએસટી રજિસ્ટ્રેશન બોગસ દસ્તાવેજોને આધારે લેવામાં આવ્યાં હતાં.

આ ચાર કંપનીઓએ અગાઉ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલીપ ટિબ્રેવાલની 22 અલગ અલગ કંપનીઓ પાસેથી રૂ. 175 કરોડની ખરીદીઓ કરી હોવાનું બતાવવામાં આવ્યું હતું. ટિબ્રેવાલની બોગસ સેલ્સ ઈન્વોઈસીસ જારી કરવા અને વિવિધ ખરીદદારોને ખોટી રીતે આઈટીસીનો લાભ આપ્યો હતો.કનોડિયાની ચાર કંપનીઓએ વિવિધ કંપનીઓને રૂ. 185 કરોડના માલો વેચ્યા હોવાનું બતાવ્યું હતું. જોકે તપાસમાં માલોની કોઈ પણ અંતર્ગત લેવડદેવડ વિના રૂ. 119 કરોડનાં સેલ્સ ઈન્વોઈસીસ જારી કરાયાં હોવાનું જણાયું હતું.

કનોડિયાને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સામે હાજર કરાતાં 13મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે. આરોપીઓએ ચોક્કસ કેટલી જીએસટી ચોરી કરી છે તેની તપાસ ચાલી રહી છે, એમ વિભાગે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો