તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મુંબઈમાં થતાં 40 ટકા મૃત્યુ અન્ય કારણોસર બતાવાય છેઃ ફડણવીસ

મુંબઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે થતા મૃત્યુની સંખ્યામાં મોટી ગોલમાલ ચાલી રહી છે

મુંબઈમાં કોવિડ-19ને લીધે થતાં મૃત્યુ અન્ય કારણોસર થયેલાં મૃત્યુબચાવવામાં આવે છે. આશરે 40 ટકા મૃત્યુ કોરોનાથી થવા છતાં તેને અન્ય કારણોસર મૃત્યુ બતાવવામાં આવે, એવો દાવો વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ફરીથી દોહરાવ્યો હતો.

કોરોનાવાઈરસથી થતાં મૃત્યુની સંખ્યામાં મોટી ગોલમાલ ચાલી રહી છે. મુંબઈમાં આ સંક્રમણથી થતાં કુલ મૃત્યુમાંથી 40 ટકા અન્ય કારણોથી મૃત્યુ થયાં હોવાનું બતાવવામાં આવે છે. દેશનાં અન્ય રાજ્યોએ અન્ય કારણોથી થતાં મૃત્યુનું પ્રમાણ ફક્ત એક ટકો બતાવ્યું છે. શહેરોમાં સંખ્યા છુપાવવામાં આવી રહી છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. રાજ્યના ગ્રામીણ ભાગોમાં કોરોનાથી મૃત્યુની નોંધ કરાતી નથી અને ઘણા બધા લોકોનું પરીક્ષણ પણ કરાતું નથી, એમ તેમણે જણાવ્યું હતું.

આ શ્રેયવાદની લડાઈ છે
કોઈ પણ સરકારમાં મુખ્ય મંત્રી નીતિનો નિર્ણય લે છે અથવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર મંત્રીને પસંદ કરે છે. જોકે આ સરકારમાં મુખ્ય મંત્રી નિવેદન જારી કરે તે પૂર્વે અનેક મંત્રીઓ બોલી નાખે છે. આ એક પ્રકારે ઘોષણા કરીને શ્રેય ખાટવાની રીત છે.

સરકારમાં અનેક સુપર ચીફ મિનિસ્ટર
દરમિયાન રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે ગુરુવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી એક મહત્ત્વપૂર્ણ બેઠક પછી થાણે સહિત 18 જિલ્લામાં શુક્રવારથી અનલોક કરાશે એવી ઘોષણા કરી દીધી હતી. તેમણે રાજ્યમાં પાંચ તબક્કામાં અનલોક કઈ રીતે કરાશે તેની વિગતો પણ આપી દીધી હતી, જેના ગણતરીના સમયમાં મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી કાર્યાલય દ્વારા અનલોકનો હજુ કોઈ નિર્ણય લેવાયો નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ વિશે ફડણવીસે જણાવ્યું હતું કે આ સરકારમાં એક ચીફ મિનિસ્ટર અને ઘણા બધા સુપર ચીફ મિનિસ્ટર છે. ઘણા બધા મંત્રીઓ પોતાને મુખ્ય મંત્રી જ સમજે છે અને પોતાની મેળે ઘોષણાઓ કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...