તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભૂતપૂર્વ પો. કમિશનર પરમવીર સિંહની એસીબી દ્વારા પૂછપરછ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભૂતપૂર્વ પો. કમિશનર પરમવીર સિંહની એસીબી દ્વારા પૂછપરછ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ પર ભ્રષ્ટાચારના આરોપ કરતી ત્રણ સ્વતંત્ર ફરિયાદ પર એન્ટિ કરપ્શન બ્યુરોએ ગુપ્ત પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન ફરિયાદીઓના આરોપમાં તથ્ય જણાશે તો સિંહ વિરુદ્ધ જાહેર તપાસ શરૂ થઈ શકે છે અથવા તેમના વિરુદ્ધ બેહિસાબી માલમત્તા ભેગી કરવા માટે ગુનો નોંધીને તપાસ કરવામાં આવી શકે છે. પોલીસ નિરીક્ષક ભીમરાવ ઘાડગે, સહાયક નિરીક્ષક અનુપ ડાંગે અને બુકી સોનુ જાલાને પરમવીર સિંહ પર ગંભીર આરોપ કર્યા છે. ડાંગેએ કરેલા આરોપ અનુસાર ગાવદેવી પોલીસ સ્ટેશનમાં હતા એ સમયે એક પબ પર કાર્યવાહી અને પબ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાથી પોતાને સસપેન્ડ કરવામાં આવ્યો હતો. સસપેન્શન રદ કરવા માટે પરમવીર સિંહના સંબંધીએ બે કરોડ રૂપિયાની માગણી કરી હતી.

કલ્યાણ-ડોંબીવલી મહાપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ એક છેતરપિંડી પ્રકરણમાં મજબૂત પુરાવાઓ હોવા છતાં પરમવીર સિંહે એ છુપાવ્યા. ઉપરાંત પોલીસ સ્ટેશનના કમિશનર હોવા છતાં તેમણે અનેક ગેરકાયદે કામ કરીને બેહિસાબી માલમતા ભેગી કરી એવો આરોપ ઘાડગેએ કર્યો છે. એની ફરિયાદ પરથી પરમવીર સિંહ સહિત 32 અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જાલાને કરેલા આરોપ અનુસાર પરમવીર સિંહ અને રિટાર્યડ પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ પોતાને ખોટા પ્રકરણમાં સંડોવ્યો.

ધરપકડનો ડર દેખાડીને 10 કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. એમાંથી 3 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જાલાને સોમવારે વરલીમાં પત્રકાર પરિષદ લઈને આરોપોનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમ જ સટ્ટાબાજી પ્રકરણમાં બોલીવુડ અભિનેતા પાસેથી પણ પરમવીર અને એમના સાથીદારે કરોડો રૂપિયા લીધા એવો દાવો કરવામાં આવ્યો હતો.

પરમવીરના આરોપોની તપાસ
ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કરેલા આરોપોની તપાસ કરવા માટે રાજ્ય સરકારે નિવૃત જજ કૈલાસ ઉતમચંદ ચાંદિવાલની એક સભ્યની સમિતિ નિમી છે. આ સમિતિનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. તપાસ માટે જજ ચાંદિવાલનું માનધન નક્કી કરવામાં આવ્યું છે. તેમના હાઈ કોર્ટના વિદ્યમાન જજ પ્રમાણે દર મહિને પગાર મળશે. એ જ પ્રમાણે રોજિંદા કામ માટે મુંબઈ ઉપજિલ્લાધિકારી ભૈયાસાહેબ બેહરેને સમિતિના મેનેડમેંટની જવાબદારી સોંપવામાં આવી છે. એડવોકેટ શિશિર અહિરે સમિતિના વકીલ, સુભાષ શિખરે ચીફ, હર્ષવર્ધન જોશીને લધુલેખ અને સંજય કર્ણિકની સમિતિના કાર્યાલય અધિક્ષક તરીકે નિમણુક કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...