ફરિયાદ:પૂર્વ ધારાસભ્યની રાયગડના ઉદ્યોગપતિ સામે ફરિયાદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઈના ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેએ એક એન્જિનિયરિંગ કંપનીના ડાયરેક્ટર અને અન્ય વિરુદ્ધ માનગાવ પોલિસમાં ગુનો નોંધાવ્યો છે. કથિત ડાયરેક્ટર ૧૭ નવેમ્બર, ૨૦૨૧ના રોજ ડમ્પર, પોકલેન્ડ અને ટ્રક સાથે હેગડેના પ્લોટમાંથી ગેરકાયદેસર રીતે ખડકો અને માટીનું ખોદકામ કરી રહ્યો છે તેની પરવાનગી વિના તેમ જ એમઆઈડીસી માનગાંવ ખાતે મહેસૂલ વિભાગને રોયલ્ટી ચૂકવ્યા વિના અને નાયર પોતાની બાજુની જગ્યાએ ભરણી કરી રહ્યો છે એવો આરોપ કરાયો છે.

ડાયરેક્ટર અગાઉ પણ આ ગેરકાયદેસર કૃત્યો કરી ચૂક્યો છે, પરંતુ ૧૭મી નવેમ્બરે તેણે હેગડેના પ્લોટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરવાનું શરૂ કર્યું અને જ્યારે ૨૧મી નવેમ્બર ૨૦૨૧ના રોજ તેને ફરીથી ખોદકામ ચાલુ કરવામા આવતા હેગડેએ તેને આ કામ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. આ બાબતની જાણ હેગડેએ રાયગડના કલેક્ટર અને પોલીસ મહાનિર્દેશક (મહારાષ્ટ્ર)ને પણ પત્ર લખ્યો હતો, જેઓ બંનેએ કાર્યવાહી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

કલેક્ટરે એસડીઓ માનગાંવને બોલાવી હકીકત બાબતે તપાસ કરવા આદેશ આપ્યો હતો, જેને લઈને તેઓએ માનગાંવ ખાતેના તહસીલદારને પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો. આ બાબતે તપાસ કરતાં કથિત વ્યક્તિએ ૫ એકરના પ્લોટમાથી ૧૦૩ બ્રાસ માટે અને ખડકો ચોર્યાનું જણાતા તલાટી (તાસગાંવ) એ તેને પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.કથિત વ્યક્તિએ ફરીથી ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૧થી હેગડેના પ્લોટમાં પ્રવેશ કર્યો અને તેના પોતાના પ્લોટનું ફરીથી લેવલિંગ શરૂ કરવા માટે માટી અને ખડકોનું ખોદકામ શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...