તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:800 કરોડના બેન્ક ગોટાળામાં પૂર્વ વિધાનસભ્યની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાજપના કિરીટ સોમૈયાએ આ મુદ્દો ઉપાડ્યો હતો

રાયગડ જિલ્લાની કર્નાળા નાગરી સહકારી બેન્કના રૂ. 800 કરોડના ગોટાળામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા શેતકરી કામગાર પક્ષ (શેકાપ)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને બેન્કના અધ્યક્ષ વિવેક પાટીલની બુધવારે ધરપકડ કરી હતી. આ ગોટાળો પાટીલે જ કર્યો છે એવો આરોપ આ પૂર્વે કિરીટ સોમૈયાએ કરીને આ મુદ્દો જોરશોરથી ઉપાડ્યો હતો.કર્નાળા બેન્ક રાયગડ જિલ્લાની એક પ્રસિદ્ધ બેન્ક હતી. જોકે આ બેન્કમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થયાની આંચકાજનક માહિતી બહાર આવી હતી.

આ ગેરરીતિ બેન્કના અધ્યક્ષ વિવેક પાટીલે જ કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ બેન્કનું સહકાર વિભાગ અને રિઝર્વ બેન્કે ઓડિટ કર્યું હતું, જેમાં કરોડો રૂપિયાનાં બેનામી ખાતાં હોવાનું જણાયું હતું. બેનામી ખાતાધારકોને નામે ખાતાં ખોલાવીને તેમાં કરોડો રૂપિયા લોન પેટે આપીને તેપોતાની માલિકીનાટ્રસ્ટમાં પાટીલે વાળ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.

બેન્કમાં થયેલા આ ગોટાળાના પ્રકરણમાં સોમૈયાસાથે ભાજપના પનવેલના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર, ઉરણના વિધાનસભ્ય મહેશ બાલદીએ પણ મુદ્દો ઉપાડી રાખ્યો હતો. સોમૈયાએ ગયા વર્ષે પત્રકાર પરિષદ લઈને આરબીઆઈના સ્પેશિયલ ઓડિટમાં પાટીલ દોષી નીવડ્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ પ્રકરણે ઈડીએ પૂછપરછ કર્યા પાટીલની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...