તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:ભૂતપૂર્વ મટકા કિંગ રતન ખત્રીનું મુંબઈમાં નિધન, રિશી કપૂર સાથે કર્યું હતુ કામ

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આંકડાઓના જુગારની રમતમાં પોતાનું વર્ચસ્વ નિર્માણ કરનારા મટકા કિંગ રતન ખત્રીનું મુંબઈ સ્થિત ઘરે નિધન થયું હતું. એ ૮૮ વર્ષના હતા. છેલ્લા થોડા દિવસોથી તેઓ બીમાર હતા અને બીમારીથી જ નિધન થયું. ૧૯૬૦ના દાયકામાં મુંબઈમાં મટકાનો જુગાર તમામ સ્તરે પ્રચલિત હતો. કલ્યાણજી ભગતે ૧૯૬૨માં વરલી મટકો શરૂ કર્યો હતો. રતન ખત્રીએ તેમના મેનેજર તરીકે કામની શરૂઆત કરી હતી. બે જ વર્ષમાં ભગતનો સાથ છોડીને રતન ખત્રીએ પોતાનો રતન મટકો શરૂ કર્યો. એક વાસણમાંથી ચિઠ્ઠી કાઢીને રમવામાં આવતો આ જુગાર એટલો લોકપ્રિય થયો કે એનું દિવસનું ટર્નઓવર ૧ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. મટકાની લોકપ્રિયતા સાથે જ રતન ખત્રીનું નામ જાણીતું થઈ ગયું. ધીમે ધીમે એ મુંબઈમાં મટકા કિંગ તરીકે ઓળખાવા લાગ્યો હતો. 

ફિલ્મમાં રિશી કપૂર સાથે તેમનું એક દશ્ય હતું
રતન ખત્રી મુંબઈ સેંટ્રલ ખાતેની નવજીવન સોસાયટીમાં રહેતા હતા. સૂત્રોની માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી એ બીમાર હતા. આ બીમારીમાંથી તે સાજા થઈ શક્યા નહીં. ફિલ્મમાં મહેમાન કલાકાર : ૧૯૭૬માં રિલીઝ થયેલી હિંદી ફિલ્મ રંગીલા રતનમાં તેમણે મહેમાન કલાકારની ભૂમિકા કરી હતી. ફિલ્મમાં રિશી કપૂર સાથે તેમનું એક દશ્ય હતું. ફિલ્મની હીરોઈન પરવીન બાબી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો