તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મની લોન્ડરિંગ કેસમાં ICICI બેંકના માજી સીઈઓ ચંદા કોચરને જામીન

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેમના પતિ હજુ જેલમાં છે: ચંદા કોચરને કોર્ટની પરવાનગી વિના દેશની બહાર જવા મનાઈ

આઈસીઆઈસીઆઈ બેન્ક અને વિડિયોકોન ગ્રુપને સંડોવતા કથિત મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની કોર્ટે શુક્રવારે બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરને રૂ. 5 લાખના બોન્ડ પર જામીન આપ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચંદા કોચરના પતિ દીપકની પણ આ જ કેસમાં ધરપકડ કરાઈ હતી, જેઓ હજુ જેલમાં છે. આ સાથે કોર્ટે ચંદા કોચરને પરવાનગી વિના દેશની બહાર જવાની મનાઈ કરી છે.ફેબ્રુઆરી 2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કોચર દંપતી અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત સામે મની લોન્ડરિંગના કેસ સાથે ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

ચંદા કોચરની આગેવાનીમાં આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા રૂ. 1875 કરોડની લોન મંજૂરી કરવા માટે અનિયમિતતા અને ભ્રષ્ટ વ્યવહારો અપનાવવામાં આવ્યા હતા એવો આરોપ છે.ઈડી આ સાથે શ્રીમતી કોચરના કાર્યકાળ દરમિયાન આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા ગુજરાત સ્થિત ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક અને ભૂષણ સ્ટીલ ગ્રુપને આપવામાં આવેલી કમસેકમ બે અન્ય લોનની પણ તપાસ કરી રહી છે. ઈડીનો કેસ સીબીઆઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે. સીબીઆઈ કોચર દંપતી અને ધૂત તેમ ધૂતની કંપનીઓના વિડિયોકોન નામે અને તેમની માલિકીની બે સહિત ત્રણ વધુ કંપનીઓની સ્વતંત્ર તપાસ કરી રહી છે.

સીબીઆઈનો આરોપ છે કે મે 2009માં સીઈઓ તરીકે શ્રીમતી કોચે પદભાર સંભાળી લીધા પછી આઈસીઆઈસીઆઈ દ્વારા મંજૂર કરવામાં આવેલી લોન થકી સોદામાં સુપ્રીમ એનર્જી નામે અન્ય કંપની થકી નુપાવરમાં રોકાણ કર્યું હતું. શ્રીમતી કોચરે પદ છોડી દીધા પછી 2019માં તેમને બરતરફ કરાયાં હતાં. કોચર દંપતીએ તમામ આરોપો નકારી કાઢ્યા છે.

રૂ. 78 કરોડની મિલકતો ટાંચમાં લેવાઇ
ગયા વર્ષે બરતરફ કરવા સામે શ્રીમતી કોચરે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. જાન્યુઆરીમાં ઈડીએ શ્રીમતી કોચરની રૂ. 78 કરોડની મિલકતો હંગામી ધોરણે ટાંચ મારવામાં આવી હતી, જેમાં તેમનો મુંબઈનો ફલેટ અને કંપનીની માલિકીની જગ્યાઓનો સમાવેશ થતો હતો. સીબીઆઈની તપાસમાં એવું બહાર આવ્યું હતંુ કે સ્થાપિત નીતિઓનું ઉલ્લંઘન કરીને જૂન 2009 અને ઓક્ટોબર 2011 વચ્ચે રૂ. 1875 કરોડની છ લોન મંજૂર કરવામાં આવી હતી અને 2012માં નોન- પરફોર્મિંગ એસેટ્સ જાહેર કરવામાં આવી હતી. આને કારણે બેન્કને રૂ. 1730 કરોડનું નુકસાન થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો