નિયુક્તિ:ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી વિનોદ તાવડેને રાષ્ટ્રીય સ્તરની જવાબદારી આપી

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાન પરિષદમાંથી પત્તું કટ કર્યા પછી મોટી જવાબદારી

ભાજપે નવી રાષ્ટ્રીય સમિતિની ઘોષણા કરી છે. તેમાં મહારાષ્ટ્રમાંથી ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી વિનોદ તાવડેની નિયુક્તિ કરી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે પરિપત્રક જારી કરીને આ સંબંધમાં ઘોષણા કરી છે. આથી તાવડે પાસે રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.રવિવારે જારી યાદીમાં તાવડેને મહારાષ્ટ્રના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. દરમિયાન હાલમાં જ ભાજપે વિધાન પરિષદ માટેના ઉમેદવારની યાદી હતી. તેમાંથી ચિત્રા વાઘ અને તાવડેને તક અપાશે એવી શક્યતા હતી. જોકે તેમનું પત્તું કટ કરી નાખલામાં આવ્યું છે. હવે તાવડેને સીધા રાષ્ટ્રીય સમિતિ પર લેવામાં આવ્યા છે.

તાવડે ફડણવીસ સરકારમાં વિધાન પરિષદમાંથી ચૂંટાઈને ગયા હતા. આ પછી શિક્ષણ મંત્રાલયની જવાબદારી તેમની પર સોંપવામાં આવી હતી. હવે તાવડેને રાષ્ટ્રીય રાજકારણમાં સ્થાન આપીને તેમનું પુનર્વસન કરવાનો ભાજપે પ્રયાસ કર્યો છે.તાવડેએ આ પૂર્વે મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિરોધી પક્ષ નેતા તરીકે કામ કર્યું છે. તાવડેએ આ પૂર્વે પક્ષના મહારાષ્ટ્ર યુનિટના મહામંત્રી, મુંબઈના અધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય અને 12મી અને 13મી લોકસભાની ચૂંટણી માટે ભાજપની સમન્વય સમિતિના પ્રમુખ સભ્યપદે હતા.દરમિયાન આગામી સમયમાં વિધાન પરિષદ માટે પાર પડનારી ચૂંટણીમાં ભાજપના માજી ઊર્જા મંત્રી ચંદ્રશેખર બાવનકુળેને ઉમેદવારી આપવાનું નક્કી કરાયું છે. તમેની સાથે કોલ્હાપુરમાંથી અમલ મહાડિકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહાડિકને ટક્કર આપવા માટે સતેજ પાટીલ સામે છે.

અનેક દિવસોથી વિધાન પરિષદ માટે મુંબઈમાંથી ચિત્રા વાઘના નામની ચર્ચા હતી. વાઘને આ વખતે પરિષદ માટે તક મળશે એવી અપેક્ષા હતી. જોકે તેમનું પત્તું કટ કરવામાં આવ્યું છે. મુંબઈમાંથી રાજહંસ સિંહને તક આપવામાં આવી છે, જ્યારે વિદર્ભમાંથી ભાજપે બાવનકુળેનું રાજકીય પુનર્વસન કરવાનો પ્રયાસ કર્યો છે. તાવડેને પણ તક મળવાની છે કે કેમ એવી ચર્ચા હતી, પરંતુ તેમને તક નકારવામાં આવી હતી. હવે ભાજપને તેમના કેન્દ્રીય કાર્યકારિણીમા સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...