તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિદેશીઓને કામોેત્તેજક દવાને નામે ઠગનારા પકડાયા

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોગસ કોલ સેન્ટર શરૂ કરીને અનેકને ઠગ્યા

જોગેશ્વરીમાં બોગસ કોલ સેન્ટર શરૂ કરીને વિદેશીઓને કામોત્તેજક દવાઓ વેચવાને નામે ઠગાઈ કરવા પ્રકરણે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9 દ્વારા 10 જણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં અંધેરી વેસ્ટનો ટીમ લીડર, મલાડ પશ્ચિમનો ડેટા એન્ટ્રી ઓપરેટર તથા આઠએજન્ટોમલાડ, ગોરેગાવ, કુર્લા, મીરા રોડ, જોગેશ્વરીના રહેવાસીઓ છે. તમામ 23થી 37 વયવર્ષના છે.

વિશ્વયનીસ માહિતીનેઆધારે ફ્લેટ 405, રેન્જ હાઈટ્સ, બહેરામબાગ, લિંક રોડ, જોગેશ્વરી વેસ્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા. તે સમયે આરોપીઓ વિયેગ્રા, સિયાલિસ, લિવિટરા જેવી કામોત્તેજક દવાઓ વેચવાને નામે વિદેશીઓને ઠગતા હોવાનું જણાયું હતું. આરોપીઓએ આ માટે વિદેશમાં કોલ કરવા અનધિકૃત રીતે ટેલિકોમ્યુનિકેશન જોડાણ લીધું હતું. તેઓ ઓલ્ટિટડ્યુડ નામે આ કોલ સેન્ટર ચલાવતા હતા.

આરોપીઓ કોમોત્તેજક દવાઓ વેચવાને નામે વિદેશીઓ પાસેથી પોતાના ખાતામાં પૈસા જમા કરાવતા હતા, પરંતુ દવાઓ મોકલતા નહોતા. આમ અનેક વિદેશી નાગરિકો સાથે તેમણે છેતરપિંડી કરી છે.ઘટનાસ્થળેથી 10 હાર્ડડિસ્ક, 1 લેપટોપ, 1 રાઉટર, 10 મોબાઈલ, મિડિયા કન્વર્ટર જપ્ત કરવામાં આવ્યાંછે. આ સંબંધે બે કોલ સેન્ટર ચાલકો અને તેમને મદદ કરનારા 3 મળીને પાંચ જણની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...