હવામાન:ચાલુ વર્ષે ઉનાળામાં સરેરાશ કરતા વધુ તાપમાનનું પૂર્વાનુમાન

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાતાવરણની સ્થિતિ જોતા ઉષ્ણ લહેરોની રહેલી શક્યતા

આ વર્ષે ઉનાળાનું દીર્ઘકાલીન પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે. એ અનુસાર કોકણ, ઘાટપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ઉતર મહારાષ્ટ્ર ભાગમાં તાપમાન સરેરાશ કરતા વધારે રહે એવી શક્યતા છે. વાતાવરણની સ્થિતિનો વિચાર કરતા ઉષ્ણ લહેરોની શક્યતા નકારી શકાતી નથી એમ નિષ્ણાતોનું જણાવવું છે. કોકણ અને ઘાટપ્રદેશ ભાગમાં તાપમાનની સ્થિતિ સરેરાશ કરતા વધુ રહેવાની શક્યતા 65 થી 75 ટકા છે.

ઉતર મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભના કેટલાક ભાગમાં તાપમાનની સ્થિતિ સરેરાશ કરતા વધુ રહેવાની શક્યતા 35 થી 65 ટકા છે. બાકીના વિદર્ભ અને મરાઠવાડામાં તાપમાનની સ્થિતિ સરેરાશ કરતા વધુ રહેવાની શક્યતા 35 થી 55 ટકા છે.

મહતમ તાપમાનની સ્થિતિ સરેરાશ કરતા વધુ રહેવાની શક્યતા કોકણ, ઘાટ અને ઉતર મહારાષ્ટ્રમાં 35 થી 65 ટકા છે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભના કેટલાક ભાગમાં મહતમ તાપમાન સરેરાશ કરતા વધુ રહેવાની શક્યતા 35 થી 45 ટકા છે. રાજ્યની એકંદર વાતાવરણ સ્થિતિનો વિચાર કરતા ઉષ્ણ લહેર જેવી સ્થિતિની શક્યતા નકારી શકાતી નથી એમ હવામાન વિભાગના નિષ્ણાતોનું જણાવવું છે.

માર્ચ મહિનાના પૂર્વાનુમાન અનુસાર કોકણ અને ઘાટ ભાગમાં લઘુતમ તાપમાન સરેરાશ કરતા વધુ રહેવાની શક્યતા 35 થી 55 ટકા તો બાકીના મહારાષ્ટ્રમાં આ શક્યતા ઉતર, મધ્ય અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં શક્યતા 35 થી 45 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...