તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મુંબઈમાં પ્રથમ વખત કમ્પોસ્ટ બિન્સ ઉપક્રમની શરૂઆત કરવામાં આવી

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 10,000માં સૂક્ષ્મજીવોની મદદથી કમ્પોસ્ટ ખાતર તૈયાર થશે

સ્વચ્છ, સુંદર, કચરામુક્ત મુંબઈ માટે મહાપાલિકા અનેક ઉપાયયોજનાઓ કરે છે. હવે મહાપાલિકાએ અત્યાધુનિક કમ્પોસ્ટ બિન્સ ઉપક્રમ અમલમાં મૂક્યો છે. મુંબઈમાં પ્રથમ વખત ડી વોર્ડમાં આ ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે. રાજભવન, સહ્યાદ્રી અતિથીગૃહ અને વોર્ડ ઓફિસ સહિત કેટલીક સોસાયટીઓમાં આવા કમ્પોસ્ટ બિન્સ મૂકવામાં આવ્યા છે.

કમ્પોસ્ટ ખાતરના અન્ય પ્રકલ્પો માટે રૂ. 10 થી 15 લાખનો ખર્ચ થાય છે જ્યારે એક બિન્સમાં ફક્ત રૂ. 10,000માં સૂક્ષ્મજીવોની મદદથી કમ્પોસ્ટ ખાતર તૈયાર થશે એમ સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું. મુંબઈ મહાપાલિકાએ 2 ઓકટોબર 2017થી સોસાયટીઓને કચરાનું વ્યવસ્થાપન કરવું ફરજિયાત કર્યું છે.

એમાં 20,000 સ્કવેર મીટર કરતા મોટી ગૃહનિર્માણ સોસાયટીઓ અને 100 કિલો કરતા વધુ કચરો નિર્માણ કરતી ઈમારતો અને સોસાયટીઓ માટે કચરાનો નાશ કરવાનું વ્યવસ્થાપન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. કચરા વ્યવસ્થાપનને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માટે મહાપાલિકાએ કચરાનું વર્ગીકરણ, ભીના કચરામાંથી ખાતર તૈયાર કરવું, સૂકા કચરાનો નાશ, પાણીનો પુનર્ઉપયોગ અથવા પર્જન્ય જળ સંધારણ યોજના અમલમાં મૂકતી સોસાયટીઓ અને આસ્થાપનાઓને કરમાં સવલત આપવામાં આવે છે. એમાં ઉગમસ્થાને ભીના કચરામાંથી ખાતર નિર્મિતી અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવા માટે માલમત્તા કરમાંના સામાન્ય કરમાં 10 ટકાની છૂટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

આ જ પાર્શ્વભૂમિ પર કચરાનું પ્રમાણ ઓછું કરતા કમ્પોસ્ટ બિન્સ ઉપક્રમ ડી વોર્ડના ગ્રાન્ટ રોડ વિભાગમાં અમલમાં મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. કમ્પોસ્ટ બિન્સમાં 100 કિલો ભીના કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવશે. સોસાયટીઓમાં આ ઉપક્રમ અમલમાં મૂકવા જનજાગૃતિ અને પ્રોત્સાહન આપવામાં આવશે એમ પણ ગાયકવાડે જણાવ્યું હતું.

કચરાનું પ્રમાણ ઘટી રહ્યું છે
ગ્રાન્ટ રોડમાં દરરોજ 230 મેટ્રિક ટન કચરો તૈયાર થતો હતો. હવે મહાપાલિકાના માધ્યમથી કચરો ઓછો કરવા માટે થતી ઉપાયયોજનાઓને લીધે કચરાનું દૈનિક પ્રમાણ 204 મેટ્રિક ટન પર આવ્યું છે. સૂકા કચરા પર પ્રક્રિયા કરવા માટે તારદેવ ખાતે પ્રકલ્પ છે. ત્યાં સૂકા કચરાનું વિભાજન ખાનગી સંસ્થાના માધ્યમથી કરીને પ્રક્રિયા માટે ગુજરાત લઈ જવામાં આવે છે. વિભાગમાં દિવસે 10 થી 15 મેટ્રિક ટન સૂકો કચરો નિર્માણ થાય છે. દરમિયાન મહાપાલિકાએ કરેલી ઉપાય યોજનાઓને લીધે મુંબઈમાં કચરાનું પ્રમાણ 8000 મેટ્રિક ટન પરથી 6000 થી 6300 મેટ્રિક ટન પર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો