• Gujarati News
  • Local
  • Mumbai
  • For The First Time In India, IVF Gives Birth To Buffalo Calves, 4 Buffaloes Give Birth To 5 Nominated Murha Breed IVF Calves

અનોખું:ભારતમાં પ્રથમ વખત IVFથી ભેંસનાં બચ્ચાંનો જન્મ, 4 ભેંસોથી નામાંકિત મુર્હા જાતિનાં 5 આઈવીએફ બચ્ચાઓના જન્મ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં રાહુ ગામ નજીક આવેલા ભેંસના મોટા ફાર્મમાં ભેંસના બચ્ચા આઈવીએફ પદ્ધતિથી જન્મ્યા છે. આ પદ્ધતિથી બચ્ચાના જન્મનો પ્રથમ વખત થયેલો ઉપક્રમ જે.કે. ટ્રસ્ટની જેકેબોવાજેનિક્સ સ્વયંસેવી સંસ્થાના પ્રયત્નથી અમલમાં મૂકવામાં આવ્યો. આ સંસ્થા પશુસંવર્ધન ક્ષેત્રમાં કામ કરે છે. અત્યારે તે દેશમાં ગાય અને ભેંસના પ્રજનન વિકાસ કાર્યક્રમ આયોજિત કરે છે. પુણે નજીકના સોનાવણે બફેલો ફાર્મમાં 4 ભેંસોથી 5 આઈવીએફ બચ્ચાઓના જન્મ થયો છે. એમાં એક જોડિયા બચ્ચા છે. ભારતમાં આઈવીએફ ટેકનોલોજી મારફત જોડિયા બચ્ચા જન્મવાની આ પ્રથમ ઘટના છે. આ બચ્ચા મુર્હા જાતીના છે. દુનિયામાં ભેંસોની નામાંકિત જાતીમાંથી આ એક જાતી છે.

ભારતમાં દૂગ્ધજન્ય ઉત્પાદનોમાં વધારો થયાથી ગામડાઓમાં વધુ પ્રગતિ
રેમન્ડ ગ્રુપનો સામાજિક ઉપક્રમ એવા જે.કે. ટ્રસ્ટ તરફથી ગાયોના પ્રજનન સંબંધી અનેક પ્રયોગ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ગોકુળ યોજના અંતર્ગત તે કરવામાં આવે છે. આઈવીએફ ટેકનોલોજીથી ગાયથી વાછરડાનો જન્મ કરાવવાનું કામ આ સંસ્થા પહેલાં કરતી હતી. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીની મદદથી ભેંસના બચ્ચાનો જન્મ કરાવવાનું કામ આ સંસ્થા તરફથી ચાલુ છે. આ બાબતે રેમન્ડ ગ્રુપના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક ગૌતમ હરી સિંઘાનિયાએ જણાવ્યું કે રેમન્ડ ગ્રુપના છત્ર હેઠળ જેકેબોવાજેનિક્સ સંસ્થાએ આઈવીએફ ટેકનોલોજીની મદદથી કરેલા પ્રયોગોની કામગિરીથી અમને સંતોષ છે. આ એક અદ્વિતિય ઉપક્રમ છે. એમાંથી દેશના દૂધના ઉત્પાદનને વધારવામાં મદદ થશે. આજના સંદર્ભે દેશી જાનવરો અને ભેંસની જાતીનું સંવર્ધન કરવું મહત્ત્વનું છે. તેમના દૂધમાં રોગો સામે લડવા ઉચ્ચ દરજ્જાના પૌષ્ટિક તત્વો હોય છે. ભારતમાં દૂગ્ધજન્ય ઉત્પાદનોમાં વધારો થયાથી ગામડાઓમાં વધુ પ્રગતિ થઈ શકે છે.

ભારતમાં 10 કરોડ 90 લાખ ભેંસ છે
છેલ્લા દોઢ વર્ષમાં જે.કે.ટ્રસ્ટે 16 મહિનાના સમયગાળામાં (એપ્રિલ 2019 થી જુલાઈ 2020 સુધી) ગીર જાતીની ગૌરી ગાયમાં આઈવીએફ ટેકનોલોજીથી 94 વખત ગર્ભધારણ થયો છે. આ 94 આઈવીએફ ગર્ભધારણમાંથી 64 જે.કે. ટ્રસ્ટના ફાર્મમાં થયા. બાકીના 30 ખેડૂતોના પોતાના ઠેકાણે થયો. એમાં 39 વાછરડાઓનો જન્મ થયો છે. આ વર્ષે વધુ વાછરડાઓનો જન્મ થાય એવી અપેક્ષા છે. આ નવા ઉપક્રમના કારણે ગાયોની પ્રજનન ટેકનોલોજીમાં મોટી ક્રાંતી આવશે. સામાન્ય રીતે કોઈ ગાય એના જીવનમાં ફક્ત 8 થી 10 વાછરડાઓને જન્મ આપી શકે છે. આઈવીએફ ટેકનોલોજીના નવા પ્રયોગના લીધે માદા પ્રાણીઓની સંખ્યા દેશમાં ઝડપથી વધારવાનો માર્ગ સરળ થશે. દેશમાં પ્રથમ વખત જ આઈવીએફ મારફત ભેંસના બચ્ચાઓનો સફળ જન્મ થયો. એના વિશે જે.કે.ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. શ્યામ ઝંવરે જણાવ્યું કે ભારતમાં 10 કરોડ 90 લાખ ભેંસ છે. તેમની આ સંખ્યા દુનિયાની ભેંસોના 56 ટકા છે. ભેંસોની મુર્હા જાતી દુનિયાની નામાંકિત જાતીઓમાંથી એક માનવામાં આવે છે.

આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) વાપરીને આ ભારતમાં અનુવાંશિક દષ્ટિએ ઉત્કૃષ્ટ ભેંસોની પેદાશ મોટા પ્રમાણમાં કરી શકાય છે એ હવે સાબિત થઈ ચૂક્યું છે. પરિણામે હવે દૂધનું ઉત્પાદન વધારે કરી શકાશે. ભેંસોમાં ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવા ગાયની સરખામણીએ મુશ્કેલ હોય છે. છતાં આધુનિક આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીનો વધુ ફેલાવો કરીને એનો ઉપયોગ ભેંસોમાં કરવો જોઈએ.

મોબાઈલ ઈટી-આઈવીએફ વેન
આઈવીએફ ભ્રૂણમાંથી પ્રથમ આઈવીએફ વાછરડુ નિર્માણ કરવાનો પ્રયોગ જેકેબોવાજેનિક્સ સંસ્થાએ 9 જાન્યુઆરી 2017માં ભારતમાં પહેલી વખત સફળતાપૂર્વક કર્યો. ભારતમાં દુધાળા જાનવરો અને ભેંસોની જાતીનું સંવર્ધન કરીને એની પેદાશ મોટા પ્રમાણમાં કરવાની પૂરક ટેકનોલોજી વિકસિત કરવાના ઉદ્દેશથી જેકેબોવાજેનિક્સની સ્થાપના જે.કે. ટ્રસ્ટે 2016માં કરી. મહારાષ્ટ્રમાં પુણે નજીકની કેટલ ઈટી-આઈવીએફ લેબમાં સફળતાપૂર્વક ટેસ્ટ કર્યા પછી ભારતીય ખેડૂતોને વધુમાં વધુ ફાયદો કરાવવાના ઉદ્દેશથી સંસ્થાએ પહેલી વખત 4 મોબાઈલ ઈટી-આઈવીએફ વેનની સ્થાપના કરી.

આ વેન ખેડૂતોના આંગણે લઈ જવામાં આવે છે. પુણે નજીકના જેકેબોવાજેનિક્સની આઈવીએફ સુવિધા અને ગાય સંવર્ધન ફાર્મને ભારત સરકારના પશુસંવર્ધન મંત્રાલયે મંજૂરી આપી છે. ભારતના વિવિધ રાજ્યોના ભ્રુણ હસ્તાંતરણનું (ઈટી) કામ કરતી લેબોરેટરીના અધિકારીઓને આઈવીએફ પ્રશિક્ષણ આપવા પણ જેકેબોવાજેનિક્સને મંજૂરી મળી છે.

અન્ય સમાચારો પણ છે...