તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • For An Ideal School, Rs. 494 Crore Sanctioned, Special Arrangements Will Be Made By The State Government For Students In 488 Schools

શાળાઓનો કાયાકલ્પ:આદર્શ શાળા માટે રૂ. 494 કરોડ મંજૂર, રાજ્ય સરકાર દ્વારા 488 શાળામાં વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શાળા એટલે વિદ્યાર્થીઓ માટે મંદિર અને તેથી શાળાઓ સ્થિતિ બગડે નહીં અને વિદ્યાર્થીઓને શાળામાં આવવાની અને શિક્ષણ લેવાની પ્રેરણા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ યોજના શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રગતિશીલ અને ઉત્તમ શિક્ષણ મળે તે માટે ઠાકરે સરકારે આદર્શ શાળા બાંધવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય બુધવારે કેબિનેટ મિટિંગમાં લીધો છે. આ થકી હવે માર્ચમાં પસંદગી કરવામાં આવેલી 488 શાળા માટે રાજ્ય સરકાર પાસેથી રૂ. 494 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આથી રાજ્યની શાળાઓનો કાયાકલ્પ થશે અને વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધા મળવાનો માર્ગ મોકળો બનશે.

આદર્શ શાળા વિકસિત કરવા માટે નવી સંકલ્પના ઉપયોગ કરાશે. આ આદર્શ શાળોનું બાંધકામ સમગ્ર શિક્ષણ અભિયાન યંત્રણા મારફત કરવામાં આવશે, એમ શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું. આદર્શ શાળાનું બાંધકામ કરવા માટે જરૂરી ભંડોળ ઈ-ગવર્ન્સ ભંડોળમાંથી ઉપલબ્ધ કરી અપાશે.શાળાની ઈમારત આકર્ષક હશે. વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર ક્લાસરૂમ હશે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અને સીડબ્લ્યુએસએન માટે સ્વતંત્ર અને પૂરતાં સ્વચ્છતાં ગૃહની વ્યવસ્થા હશે.

પીવાના પાણીની સુવિધા અને હેન્ડ વોશ સ્ટેશન, મધ્યાહન ભોજન માટે રસોઈઘર અને ભંડાર કક્ષ, શૈક્ષણિક સાહિત્ય, રમતનું સાહિત્ય, ગ્રંથાલય, વાચનાલય, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, કોમ્પ્યુટર રૂમ, વિદ્યુતિકરણની સુવિધા, શાળાની સંરક્ષક દીવાલ, આપત્તિ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરિવહન વ્યવસ્થાની ઉપલબ્ધતાનો સમાવેશ રહેશે.

શાળા શરૂ કરવાનો નિર્ણય મુખ્ય મંત્રી લેશે
આ માપદંડોમાં પાત્ર ઠરનારી શાળાઓની પસંદગી આદર્શ શાળા માટે કરવામાં આવશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ આપવામાં આવશે, એવી માહિતી વર્ષા ગાયકવાડે આપી હતી. દરમિયાન શાળાઓ શરૂ ક્યારથી કરવી તેનો અંતિમ નિર્ણય મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે જ લેશે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...