તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શિસ્ત પાળો અને કોરોના ટાળો, મુંબઈ પોલીસ

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જનજાગૃતિ અને કાર્યવાહીને કારણે નિયમો તોડનારાઓની સંખ્યા ઓછી થઈ

કોરોનાનું સંક્રમણ ટાળવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના સમયમાં આ વાઈરસનું સૌથી વધુ સંક્રમણ પોલીસ દળને થયું. તેથી નિયમભંગ કરનારાઓ પર કાર્યવાહી કરતા લોકડાઉન કરતા શિસ્ત પાળો અને કોરોના ટાળો એવી હાકલ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. માસ્ક ન પહેરવો, સાર્વજનિક ઠેકાણે ગિરદી કરનારાઓ પર પોલીસ કાર્યવાહી કરી રહી હોવાથી પોલીસોની જનજાગૃતિ અને સખત કાર્યવાહીને કારણે નિયમો તોડનારાઓની સંખ્યા ઓછી થઈ રહી છે. માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયું ત્યારથી પોલીસો રાતદિવસ સતત ફરજ નિભાવી રહ્યા છે. લોકડાઉનમાં નિયમભંગ કરનારાઓ પર કાર્યવાહી કરવાની જવાબદારી હોવાથી પોલીસોનો નાગરિકો સાથે સીધો સંપર્ક થયો.

નાકાબંધી, પેટ્રોલિંગ, બંદોબસ્તના લીધે લોકોની વચ્ચે જવું પડ્યું. તેથી આપ્તકાલીન યંત્રણામાં કોરોનાનો સૌથી મોટો ફટકો પોલીસ દળને પડ્યો. મુંબઈ સહિત રાજ્યના લગભગ 27,000 પોલીસોને કોરોનાનું સંક્રમણ થયું. 300 પોલીસના મૃત્યુ કોરોનાને લીધે થયા. પોલીસોને લીધે તેમના કુટુંબીજનોએ આ સંક્રમણનો સામનો કરવો પડ્યો. અનેક પોલીસ હજી પણ કુટુંબથી દૂર રહે છે. આવી પરિસ્થિતિ ફરીથી ન ઉદભવે એ માટે પોલીસોના પ્રયત્ન ચાલુ છે. આપ્તકાલીન યંત્રણામાં કામ કરતા હોવાથી પોલીસે ફરજ પર હાજર થવું પડે છે. પોતાની સાથે કુટુંબીઓને સુરક્ષિત રાખવા પોલીસ તમામ ધ્યાન રાખી રહ્યા છે.

સખત કાર્યવાહી જરૂરી
પોલીસોમાં ગંભીરતા હોવા છતાં નાગરિકો જો કે નિયમો પાળતા દેખાતા નહોતા. તેથી નિયમોનું ઉલ્લંઘન કરીને કોરોનાનો ફેલાવો થવા કારણભૂત થનારા લોકો પર પોલીસે પહેલાં સખત કાર્યવાહી કરી. મુંબઈમાં અત્યાર સુધી 55,285 જણ પર 27,222 ગુના દાખલ કરવામાં આવ્યા છે. એમાંથી સૌથી વધુ ગુના સાર્વજનિક ઠેકાણે ગિરદી (11015) અને માસ્ક ન પહેરવા (10303) બાબતના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો