ભાસ્કર વિશેષ:ગોરેગાવ મુલુંડ લિંક રોડ અંતર્ગત ફ્લાયઓવરનું કામ શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પથી પૂર્વ અને પશ્ચિમને જોડતો ચોથો લિંક રોડ ઉપલબ્ધ થશે

ગોરેગાવ અને મુલુંડ એમ બે મહત્ત્વનાં ઉપનગરોને જોડતો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ મહાપાલિકાએ હાથમાં લીધો હોઈ તે અંતર્ગત ગોરેગાવ વિસ્તારના ફ્લાયઓવરનું ભૂમિપૂજન કરીને કામની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ ઉપનગરના પાલકમંત્રી આદિત્ય ઠાકરેએ અનેકની હાજરી વચ્ચે ભૂમિપૂજન કર્યું.જીએમએલઆર પ્રકલ્પ અંતર્ગત ફ્લાયઓવર વિશે એડિશનલ કમિશનર પી. વેલરાસૂએ વિગત આપી. આ લિંક રોડથી મુંબઈ ઉપનગરનાં પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો ચોથો લિંક રોડ ઉપલબ્ધ થશે.

લિંક રોડની લંબાઈ 12.2 કિમી હોઈ વેસ્ટર્ન હાઈવે માર્ગ, ગોરેગાવ પૂર્વ ખાતે ઓબેરોય મોલથી ઈસ્ટર્ન હાઈવે માર્ગ મુલુંડ (પૂર્વ) ખાતે ઐરોલી નાકા ચોક સુધી આ લિંક રોડ હશે.માર્ગ 5 બાય 5 લેનનો હોઈ તેમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી જનારો 4.7 કિમી લાંબો 13 મીટર વ્યાસના જોડબોગદાનું અને દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાંથી જનારા 1.60 કિમી લાંબું પેટી બોગદું અને તેના પહોંચ રસ્તાના બાંધકામનો સમાવેશ થાય છે.

આ બોગદું 3 બાય 3 લેનનું હશે.ગોરેગાવ બાજુમાં જોડરસ્તાનું ઓબેરોય મોલથી ફિલ્મસિટી સુધી 2.8 કિમી લાંબા રસ્તાને પહોળો કરવાનું કામ પ્રગતિને પંથે છે. મુલુંડ બાજુના તાનસા પાઈપલાઈનથી ઈસ્ટર્ન હાઈવે માર્ગ જંકશન સુધીનો 2.7 કિમી રસ્તો પહોળો કરવાનું અને નાહુર રેલવે ફ્લાયઓવર પહોળો કરવાનું કામ પણ પ્રગતિને પંથે છે.

ઉચ્ચ સ્તરીય રિંગ રોડ
આ કામમાં મુલુંડ (પ) ખિંડીપાડા ખાતે ગુરુ ગોવિંદ સિંહ રસ્તો, ગોરેગાવ- મુલુંડ જોડરસ્તો અને ભાંડુપ જળશુદ્ધિકરણ સંકુલના રસ્તાના ચોકમાં સ્થાનિક ટ્રાફિક માટે ઉચ્ચ સ્તરીય રિંગ રોડ અને આ કામમાં ખિંડીપાડા ખાતે પાદચારીઓ માટે જીએમએલઆર રસ્તો ઓળંગવા માટે પાદચારી પુલ એલીવેટર સાથે બનાવવાનું પ્રસ્તાવિત છે.

120 મીટર પુલ કેબલ સ્ટે
તાનસા પાઈપલાઈનથી નાહુર રેલવે પુલ સુધી 3 બાય 3 લેનનો 1.89 કિમી લાંબો ફ્લાયઓવર બંધાશે. ડો. હેડગેવાર ચોક ખાતે 120 મીટર પુલ કેબલ સ્ટે સ્વરૂપનો હોઈ મુંબઈ મેટ્રો-4 નીચેના સ્તરે એટલે કે પ્રથમ સ્તરે જીએમએલઆર ફ્લાયઓવર પ્રસ્તાવિત છે. આ બંને ફ્લાયઓવર માટે રૂ. 666.06 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હોઈ 36 મહિનામાં કામ પૂરું કરવાનું નિર્ધારિત છે. આ બંને પુલનું બાંધકામ, એક સ્તંભ પર પૂર્વનિર્મિત પ્રબલિત કોન્ક્રીટના સેગમેન્ટલ બોક્સ ગર્ડરનો ઉપયોગ કરાશે, એમ તેમણે જણાવ્યું હતું.

1.39 કિમી 3 બાય 3 લેન
ગોરેગાવ- મુલુંડ જોડરસ્તા પર થનારા સંભવિત ટ્રાફિકને ધ્યાનમાં લઈને ગોરેગાવ પૂર્વ ખાતે દિંડોશી કોર્ટ નજીકથી રત્નાગિરિ હોટેલ ચોક પરથી જતો 1.29 કિમી લાંબો અને 3 બાય 3 લેનનો ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ કામમાં દિંડોશી કોર્ટ નજીક પાદચારીઓ માટે જીએમએલઆર રસ્તો ઓળંગવા માટે પાદચારી પુલ એલીવેટર સાથે બનાવવાનું પ્રસ્તાવિત છે.

અન્ય સમાચારો પણ છે...