નિરીક્ષણ:પૂરથી મહાડ-ચિપલુણમાં રૂ. 2500 કરોડનું નુકસાન, વીમાના કાગળો પલળવાથી વળતર માટે અડચણ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોકણમાં જુલાઈ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ અને પૂરના કારણે મહાડ, ચિપલુણ ખાતે ઔદ્યોગિક વસાહતોમાંના ઉદ્યોગોનું લગભગ રૂ. 2500 કરોડનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ એમઆઈડીસીએ વ્યક્ત કર્યો છે. ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈના નિર્દેશ અનુસાર એમઆઈડીસીના વરિષ્ઠ અધિકારીએ કરેલા નિરીક્ષણ પછી આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એમઆઈડીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. પી. અન્બલગને મહાડ અને ન્યૂ મહાડ ઔદ્યોગિક કોલોનીની મુલાકાત લઈને નુકસાનીનો કયાસ કાઢ્યો હતો.

મહાડ અને ન્યૂ મહાડ એમઆઈડીસી પરિસરમાં લગભગ 2000 એકર પર સ્થિત એમઆઈડીસીનો પૂરનો મોટો ફટકો પડ્યો. આ ઠેકાણે બેથી અઢી હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનેક ઉદ્યોગોની જમીન પાણી નીચે ગરકાવ થવાથી મશીન, માલસામાન અને અન્ય સામગ્રીનું નુકસાન થયું. કેટલાક ઠેકાણે તૈયાર થયેલો કાચો માલ પાણીમાં વહી ગયો. અતિવૃષ્ટિના કારણે મહાડ, ચિપલુણ સહિત કોકણમાં ઉદ્યોગોનું ઘણું નુકસાન થયું છે. ટૂંક સમયમાં તમામ નુકસાનીનું પંચનામુ પૂરું કરવામાં આવશે.

જેમણે વીમો કઢાવ્યો છે તેમને વીમા કંપનીના કાગળપત્રોની માગણી ન કરતા નુકસાનનું વળતર આપવું. આવા સંકટમાં રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓની પડખે ઊભી રહીને શક્ય એટલી મદદ કરશે એમ ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈએ જણાવ્યું હતું. ચિપલુણમાં 50 ઉદ્યોગોનું નુકસાન : પી.ડી. મલિકનેરે ચિપલુણ એમઆઈડીસીમાં નુકસાનીનો કયાસ કાઢ્યો હતો. ત્યાં 161 ઉદ્યોગોમાંથી 50નુ નુકસાન થયું છે. એમઆઈડીસીના રસ્તાઓ, પૂલ વહી ગયા છે. પાણી પુરવઠા પર પણ અસર થઈ.

અન્ય સમાચારો પણ છે...