શિવસેના પર વિરોધીઓ દ્વારા ટીકા:મોદી સરકારને લીધે મુંબઈમાં પૂરઃ શિવસેનાના સાંસદનો દાવો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પહેલા જ વરસાદમાં મુંબઈ મહાપાલિકાના નાળાસફાઈના દાવાઓ ફોક ઠરતાં સત્તાધારી શિવસેના પર વિરોધીઓ દ્વારા જોરદાર ટીકા કરવામાં આવી રહી છે. પહેલા વરસાદમાં મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં હંમેશ મુજબ પાણી ભરાઈને જનજીવન વેરવિખેર થઈ ગયું હતું. આથી ભાજપના નેતાઓએ મુંબઈ મહાપાલિકાને ભીંસમાં લીધી હતા. આને ધ્યાનમાં લેતાં હવે શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ એક નવો દાવો કર્યો છે. તેમણે શનિવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારની ઢીલને લીધે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડવાને લીધે હિંદમાતા, માટુંગા, સાયન અને દાદર વિસ્તારમાં હંમેશ મુજબ પાણી ભરાયાં છે.

હિંદમાતા ખાતે પાણી ભરાવા માટે ભાજપનાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાણી જવાબદાર છે. ત્રણ મહિનાથી હિંદમાતાખાતે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ટનલની પરવાનગી માગવામાં આવતી હતી. જોકે પરવાનગી મોડેથી મળવાથી કામ થઈ શક્યું નહીં. આને કારણે હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાય છે એવો આરોપ શેવાળેએ કર્યો છે.ઉપરાંત મુંબઈમાં અતિવૃષ્ટિ માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. મુંબઈમાં હાલમાં જોરદાર વરસાદ પડે છે. આથી મુંબઈગરાએ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું એવો અનુરોધ તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...