ફ્લાઈટો રદ કરવાની ઘોષણા:એર ઈન્ડિયા દ્વારા 24 એપ્રિલથી યુકેની ફ્લાઈટો રદ કરી દેવાઈ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ અને દિલ્હીમાં નિયંત્રણો હટાવ્યા પછી જ યુકેની ફ્લાઈટો શરૂ થશે

કોરોનાની બીજી લહેરને લીધે ભારતમાંથી આવતીજતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ વધુ ને વધુ નિયંત્રિત થઈ શકે છે. એર ઈન્ડિયા દ્વારા બુધવારે 24મીથી 30મી એપ્રિલ સુધી યુકેથી આવતીજતી ફ્લાઈટો રદ કરવાની ઘોષણા કરી છે.

એર ઈન્ડિયાએ બુધવારે ટ્વીટમાં જણાવ્યું કે ભારત અને યુકે વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓએ ધ્યાનમાં લેવું જોઈએ કે યુકે દ્વારા હાલમાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે તે જોતાં યુકેથી આવતીજતી ફ્લાઈટો 24મીથી 30મી એપ્રિલ સુધી રદ કરાઈ છે. રિશિડ્યુલિંગ, રિફંડ અને માફી સંબંધી અપડેટ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. નિયંત્રણો હટાવી લીધાં પછી દિલ્હી અને મુંબઈથી યુકે જતી ફ્લાઈટો ફરીથી શરૂ કરવાની યોજના છે. આ સંબંધી માહિતી અમારી વેબસાઈટ અને સોશિયલ મિડિયા ચેનલો પર આપવામાં આવશે.

હાલમાં વિસ્તારા, એર ઈન્ડિયા, વર્જિન એટલાન્ટિક અને બ્રિટિશ એરવેઝ બે દેશો વચ્ચે ફ્લાઈટ સેવા આપે છે. હાલમાં યુકેમાં જ્યાંના નાગરિકો મુક્ત રીતે પ્રવાસ નહીં કરી શકે તેવા દેશોની રેડ લિસ્ટમાં ભારતનું પણ નામ છે. યુકેના આરોગ્ય સચિવ મેટ હેનકોક અનુસાર બિન- યુકે અથવા આઈરિશ નાગરિકોને 23 એપ્રિલની વહેલી સવારથી યુરોપિયન દેશમાં પ્રવેશ નહીં અપાશે. વડા પ્રધાન બોરિસ જોન્સને 26 પ્રિલની ભારતમાં નિર્ધારિત મુલાકાત રદ કર્યા પછી આ ઘોષણા આવી પડી હતી. ગયા વર્ષે યુરોપિયન દેશમાં નવો વાઈરસ મળી વતાં 23 ડિસેમ્બરથી યુકોમાં જતીઆવતી બધી ફ્લાઈટો રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...