તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિસ્તારા દ્વારા ભારત અને માલ્દીવ્ઝ વચ્ચે રચાયેલી એર બબલ વ્યવસ્થા હેઠળ 3 માર્ચથી મુંબઈ અને માલે વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે, એવી ઘોષણા શનિવારે કરવામાં આવી હતી. એરલાઈને આ માર્ગ પર ત્રણ ક્લાસ એ320 નિયો વિમાન ઉતર્યાં છે.મુંબઈ અને માલે વચ્ચે સપ્તાહમાં ત્રણ વાર બુધવાર, શનિવાર અને રવિવારે સેવા ચલાવવામાં આવશે. કોરોનાવાઈરસને લીધે 23 માર્ચ, 2020થી ભારતમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મોકૂફ રાખવામાં આવી છે. જોકે વિશેષ વ્યવસ્થા હેઠળ ગયા વર્ષે જુલાઈથી ફ્લેટ સેવા ભારત અને આશરે 24 દેશ વચ્ચે રચાયેલી એર બબલ વ્યવસ્થા હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય વિમાન સેવા આપવામાં આવી રહી છે.
રવિવારથી શરૂ થઈ રહેલી મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસને 29મી માર્ચ સુધી અંધેરી રેલવે સ્ટેશને હંગામી હોલ્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.આ મુજબ અમદાવાદ જતી વખતે અંધેરીમાં 15.56 કલાકે આવશે અને 15.58 કલાકે પ્રસ્થાન કરશે, જ્યારે વળતી દિશામાં અંધેરીમાં 12.28 કલાકે આવશે અને 12.30 કલાકે ઊપડશે. આ મુજબ બોરીવલીમાં તેનું આગમન અને પ્રસ્થાન 16.13 અને 16.15 કલાકે રહેશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.