તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાંચ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની પેટાચૂંટણી સ્થગિત

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓબીસી અનામતને પણ ભાજપે પણ વિરોધ કર્યો હતો

કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણ શમી નથી ત્યાં ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસનો મોટે પાયે પ્રસાર થવાનો ડર ધ્યાનમાં લેતાં રાજ્યમાં કડક નિયંત્રણો લાગુ હોવાથી 5 જિલ્લા પરિષદ અને તે અંતર્ગત આવતી 33 પંચાયત સમિતિનાં ખાલી પદોની પેટાચૂંટણી પ્રક્રિયા શુક્રવારે છે તે તબક્કામાં સ્થગિત કરવામાં આવે છે, એવી ઘોષણા રાજ્યના ચૂંટણી પંચ યુ પી એસ મદાને કરી હતી.દરમિયાન ઓબીસી અનામતનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી આ ચૂંટણીઓ પાછળ ઠેલવા માટે ભાજપે વિરોધ કર્યો હતો. ભાજપે આંદોલન કર્યું હતું અને કોર્ટમાં જવાની ચીમકી પણ આપી હતી.

દરમિયાન સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ધુળે, નંદુરબાર, અકોલા, વાશિમ અને નાગપુર જિલ્લાની ઓબીસીની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિમાંનાં રાજકીય અનામત રદ કરવામાંઆવ્યા હતા. રદ કરવામાં આવેલાં પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની વિનંતી
સુપ્રીમ કોર્ટનો 6 જુલાઈનો આદેશ અને રાજ્ય સરકારની વિનંતી ધ્યાનમાં લેતાં રાજ્ય ચૂંટણી પંચે સરકાર પાસેથી કોરોના બાબતની વધારાની માહિતી અને જિલ્લાધિકારી પાસેથી વિગતવાર અહેવાલ મગાવ્યો હતો. તેને આધારે પંચે આ ચૂંટણી આજે છે તે તબક્કામાં સ્થગિત કરી છે. કોરોનાની પરિસ્થિતિ સુધર્યા પછી આ પેટાચૂંટણીના બાકીના તબક્કા પાર પાડવા સંબંધમાં પંચ તરફથી ઘોષણા કરાશે, એમ મદાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...