ખુશખબર!:પાંચ વર્ષ પછી હાફુસ કેરી ડિસે.માં મળશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરીની 5 પેટી નવી મુંબઈમાં આજે દાખલ થશે

કેરીના શોખીનો, ખાસ કરીને હાપુસના ચાહકો માટે ખુશખબર છે. હાપુસ કેરી ટૂંક સમયમાં જ વેચાણ માટે બજારમાં ઉપલબ્ધ થશે. દેવગડ હાપુસની પ્રથમ પાંચ પેટીઓ દેવગડથી સોમવારે નવી મુંબઈમાં આવવા માટે નીકળી હતી. આ વખતની મોસમની આ પહેલી કેરી મંગળવારે એપીએમસી માર્કેટમાં દાખલ થશે. મોસમની આ પહેલી પેટી માર્કેટમાં આવવાની હોવાથી વેપારીઓમાં પણ ઉત્સાહનું વાતાવરણ છે. હાપુસના આગમન માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.

ગયા વર્ષે હાપુસની પહેલી પેટી બજારમાં ફેબ્રુઆરીમાં દાખલ થઈ હતી. જોકે આ વખતે એક મહિના પૂર્વે હાપુસ બજારમાં આવી રહી હોવાથી કેરી પ્રેમીઓ સાથે વેપારીઓમાં પણ ઉત્સાહનું વાતાવરણ છે. સિંધુદુર્ગ જિલ્લાના દેવગડ તાલુકાના વાલકેવાડી ગામના ખેડૂત અરવિંદ વાલકેની ખેતીના હાપુસની પાંચ પેટીઓ મુંબઈની દિશામાં આવવા માટે રવાના થઈ હતી. આ કેરી સપ્ટેમ્બરમાં ફૂટેલા મહોરની છે. આ વખતે કોંકણમાં હવામાન હાપુસ માટે પોષક હતું, જેથી આ વખતે ડિસેમ્બરમાં કેરી માર્કેટમાં આવી રહી છે. પાંચ વર્ષ પછી ડિસેમ્બરમાં હાપુસ કેરી ઉપલબ્ધ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...