• Gujarati News
  • Local
  • Mumbai
  • Five Thousand Houses Will Be Built In Each Of The Seven Zones For The Project Affected People Of Mumbai

ભાસ્કર વિશેષ:મુંબઈના પ્રકલ્પગ્રસ્તો માટે તમામ સાત ઝોનમાં દરેકમાં પાંચ હજાર ઘર બનશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેવલપરને 300 સ્કવેર ફૂટના ઘરના બદલે TDR કે વળતર

મહાપાલિકાની વિવિધ વિકાસ યોજનાના પ્રકલ્પગરસ્તો માટે સાતેય ઝોનમાં દરેકમાં ઓછામાં ઓછા 5 હજાર ઘર ખાનગી ડેવલપરના માધ્યમથી બાંધવાનો મહત્વનો નિર્ણય મહાપાલિકા પ્રશાસને લીધો છે. આ યોજનામાં ખાનગી ડેવલપર, જમીન માલિક 300 સ્કવેર ફૂટના ઘર બાંધી આપશે. એના બદલામાં ટીડીઆર અથવા વળતર મળશે. આ યોજનાને કારણે મહાપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પ પાટે ચઢશે. ઉપરાંત માહુલમાં પુનર્વસન માટે થઈ રહેલા વિરોધનો આ ઉતમ વિકલ્પ છે.

મહાપાલિકાના માધ્યમથી વિકાસ રૂપરેખા, પરિવહન યોજના, પાણી પુરવઠો અને મળનિસરણ પ્રકલ્ર જેવા અનેક પ્રકલ્પ માટે અનેક વખત જમીન ભારમુક્ત કરતા પ્રકલ્પગ્રસ્તોને વૈકલ્પિક ઘર આપવા પડે છે. એમાં નિવાસી જગ્યા માટે માલમતા ખાતા તરફથી અને અનિવાસી બાંધકામ માટે બજાર ખાતા તરફથી વૈકલ્પિક જગ્યા આપવી પડે છે. હાલની સ્થિતિમાં મહાપાલિકા કરી રહેલ વિવિધ પ્રકલ્પમાં લગભગ 36 હજાર ઘરની જરૂર છે પણ ઉપલબ્ધ જગ્યા ઓછી છે.

છેલ્લા થોડા વર્ષોમાં મહાપાલિકાએ પીએપી (પ્રોજેક્ટ ઈફેક્ટેડ પર્સન) ઘરની અછત ઊભી થવાથી ખાનગી ડેવલપરના માધ્યમથી જગ્યાના બદલામાં આપવાની જગ્યાનો ટીડીઆર અથવા બાંધકામના બદલે બાંધકામ ટીડીઆર આપીને આ ઘર બાંધવા માટે ટેન્ડર મગાવવામાં આવે છે. પ્રકલ્પગ્રસ્તોના પુનર્વસનમાં રહેતા હોય એ ઠેકાણે જ ઘર મળે એવી માગણી હોય છે.તેથી આ યોજનામાં મહાપાલિકાના સાતેય ઝોનમાં 5 હજારથી વધુ ઘર ઉપલબ્ધ થવાથી પ્રકલ્પગ્રસ્તોને તેઓ રહેતા હોય ત્યાં નજીક જ ઘર ઉપલબ્ધ થશે. ઉપરાંત પ્રદૂષણનું કારણ આપતા માહુલમાં થઈ રહેલો વિરોધ ટળશે. તેથી મહાપાલિકાના વિકાસ પ્રકલ્પોની અમલબજાવણીમાં મદદ થશે. રહેવાસીઓના વિરોધને કારણે રખડી પડેલ પ્રકલ્પ પાટે ચઢશે.

હાલની સ્થિતિ
મહાપાલિકાને હાલની સ્થિતિમાં 36 હજાર ઘરની જરૂર છે. પ્રસ્તાવિત પ્રકલ્પોના કારણે આ જરૂરિયાત 50 હજારથી વધારે થશે. માહુલમાં કુલ 17 હજાર ઘરમાંથી 6 હજાર ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ 5 હજાર ઘરનો તાબો મળવો બાકી છે. માહુલમાં લગભગ 7 હજાર ઘર બચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...